________________
પેતરા ભરે છે દુદરતના દિવ્ય પ્રવાહને સર્વતભાવે ઝીલવા જાણે તેમાં વહેતું મૂકી દીધું. આવી અર્ધ-સમાધિસ્થ દશામાં તે પેલા બાંકડા આગળ થઈને પસાર થતા હતે, તેવામાં પેલી છોકરીએ અચાનક અખે ઊંચી કરી અને બંનેની નજર એક થઈ. . પરંતુ પેલી છોકરીની નજરમાં હવે આ શું હતું? તેમાં કશું ન હતું, છતાં તેમાં બધું જ હતું! એ એક વિચિત્ર ચમકારો હતો. છોકરીએ તરત જ પોતાની આંખે પાછી ઢાળી દીધી અને મેરિયસ પિતાને માર્ગે આગળ ચાલ્યો ગયો.
આત્માની આ પ્રથમ નજર આકાશમાં પ્રગટેલી ઉષા જેવી હોય છે. તેની પાછળ તેજસ્વી અને અજયું એવું કશુંક જાગી રહ્યું હોય છે. વર્તમાનકાળની બધી નિળતા અને તાજગી તેમાં હોય છે, પણ સાથે સાથે ભવિષ્યની બધી સળગતી તમન્ના પણ તેમાં છુપાઈ રહી હોય છે. એ નજર જેના ઉપર પડે છે, તેના અંતરમાં પણ ચમત્કારની પેઠે જે બધું અચાનક જાગી ઊઠે છે, તેનું શબ્દોમાં વર્ણન હોય નહિ.
તે રાતે મેરિયસ પોતાની ઓરડીએ પાછો ફર્યો, ત્યારે પહેલી વાર તેની નજર પોતે પહેરેલાં કપડાં તરફ ગઈ, અને પિતે આ “રોજનાં’ કપડાંમાં લક્ષમબર્ગ બગીચામાં ફરવા જતે હો એ વિચારીને તેનું હૃદય જાણે બેસી જવા વા.
૫૦
પેંતરા ભરે છે બીજે દિવસે મેરિયો પિતાના કબાટમાંથી ન કેટ, નવું પાટલૂન તથા ના ટોપ કાઢયાં અને હાથે જ પહેરવાને ઠઠારો કરીને તે લક્ષમબર્ગ તરફ થાશે.
રસ્તામાં કોર્ફોરાક તેને મળ્યો પણ તેને ન જોયો હોવાનો ઢોંગ કરીને ને આગળ ચાલ્યો. કોટ્ટરકે ઘેર જઈને મિત્રોને કહ્યું કે, “આજે રસ્તામાં મેરિયસનાં નવાં કોટપાટલૂન મને સામે મળ્યાં, અને મેરિયસ કદાચ તેમની અંદર હતો. ભાઈસાહેબ પરીક્ષા આપવા જ્યા હશે પણ ખરો બબૂચક જે વાગતે હો.”
જે મિ૦ - ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org