________________
લે સિરાલ્ડ
“ આ કાગળ છે.”
“તે લઈને મરચાની બહાર તું ચાલ્યો જા. (ગેડ્રોચ કાન પાછળ ખંજવાળવા લાગ્યો.) અને કાલે સવારે હું એ કાગળ તેના સરનામે, શ્રીમતી કૉસેટ, મો. ફેશલને ત્યાં, રૂ દ લ મ આર્મ નં. ૭માં પહોંચાડી દેજે.”
પણ સાહેબ, તે પહેલાં તો મરચા ઉપર હલ્લો આવી ગયો હશે; અને ત્યારે હું અહીં હાજર નહિ હો!”
“મરચા ઉપર કાલ સવાર પહેલાં હુમલે નહિ આવે, એમ બધું જેતાં લાગે છે, અને કાલ બાર પહેલાં મારો પડશે પણ નહિ.”
“પણ સાહેબ, હું તમારો કાગળ કાલે સવારે જ જઈને પહોંચાડી આવું તો ચાલે કે નહિ?”
પછી તે બહુ મોડું થઈ જાય. મરચાની ચારે બાજુ માણસો મૂકી, બહાર નીકળાય નહિ તેવો જાપતે તે રાતના તેઓ જરૂર કરી લેશે.”
ગેચ માથું ખંજવાળીને કાંઈક ચૂપ ઊભો રહ્યો, પછી એકદમ મેરિયસના હાથમાંથી કાગળ ઝૂંટવી લઈ ચાલત થશે. તેના મનમાં એક વિચાર ઝબકી આવ્યો હતે: “હજુ તે મધરાત પણ થઈ નથી, હું હમણાં જ એ કાગળ પહોંચાડીને પાછો આવી જાઉં છું!”
૮૫
હતાશાનાં પગરણ જન વાલજીનના અંતરમાં પણ તે જ ઘડીએ એક ભયંકર ઊથલપાથલ મચી રહી હતી.
વાત એમ બની હતી કે, પાંચમી જૂનને દિવસે સાંજે જ જીન વાલજીન ટુ અને કૉસેટ સાથે રૂ પ્લમેટવાળું મકાન છોડીને રૂ દ લ હેમ આર્મવાળા મકાને આવી ગયો હતો. કૉસેટે પેલું મકાન જરાક વિરોધ ક્ય વિના નહોતું છોડવું; અને એ વિરોધ પહેલી વાર એ બેના જીવનમાં પ્રગટ થયો હતો. જીન વાલજીનને “જલદી દૂર ચાલ્યા જાઓ” એવી જે ચેતવણી પ દ માર્સ આગળ મળી હતી, તેનાથી તે એકદમ એવા નિશ્ચય ઉપર આવી ગયો હતો કે, “મને ઓળખનારું કોઈક મારી પાછળ પડયું છે; અને હવે આ દિશામાં હું કે કૉસેટ સહીસલામત નથી. પરંતુ કોરોટને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org