________________
હું. હમણાં જ પાછો આવું છું!
૩૫૩
જવાની. તેના બાપુ તેને ઈંગ્લૅન્ડ લઈ જશે, અને મારા દાદા મને એની સાથે લગ્ન કરવાની સંમતિ આપતા નથી. એટલે પરિસ્થિતિમાં કશા જ ફરક પડતા નથી.
મેરિયસ જેવા લાગણીપ્રધાન જુવાનિયાઓને હતાશામાં જીવનના ભાર જીરવવા મુશ્કેલ લાગે છે. તેના પ્રમાણમાં મોતને ભેટવું એ જાણે સહેલું લાગે છે. છતાં, મરતા પહેલાં બે કર્તવ્યા તેણે બજાવવાં બાકી રહે છે, એમ તેને લાગ્યું : એક તો કૉસેટને પોતાના મૃત્યુની ખબર પહોંચાડવા સાથે તેને છેવટના વિદાયસંદેશ પાઠવવા, અને બીજું, એપાનીનના ભાઈ અને થેનારડિયરના પુત્ર ગેબ્રોચને આ મોરચામાંથી ઉગારી લેવા.
તેની પાસે તેની ખીસા-ડાયરી હતી. તેમાંથી તેણે એક પાનું ફાડવું અને પેન્સિલ વડે લખ્યું :
“આપણું લગ્ન અશકય છે. મેં મારા દાદાને પૂછી જોયું, તેમણે ના પાડી છે. માર્ચ પાસે કશી પૂંજી નથી; તમારી પાસે પણ નથી. હું તમારે ઘેર દોડી ગયા હતા, પણ તમે ન મળ્યાં. મેં તમને મળવાનું વચન આપ્યું હતું, યાદ છે? એ વચન મેં પાળ્યું છે. હવે હું થેાડી વારમાં મૈતને ભેટું છું. હું તમને ચાહું છું. તમે આ વાંચતાં હશે, ત્યારે મારો આત્મા તમારી નજીક આવી પહોંચ્યો જ હશે અને હસતે મુખે તમને નિહાળતા હશે.
'
કાગળને કશામાં બંધ તો કરાય તેમ નહોતું. તેથી તેણે ગડી કરીને ઉપર લખ્યું : “ શ્રીમતી કૉંસેટ ફેશલર્વે, મોં, ફોશલર્વેને ત્યાં, ♦ દ લ હેામ આર્મી, નં. ૭.”
આટલું કર્યા બાદ તે બ્રેડી વાર વિચારમાં પડયો. પછી તેણે શ્વેતાની ખીસા-ડાયરી ફરીથી બહાર કાઢી અને તેને પહેલે પાને નીચેની ચાર લીટી લખી : “મારું નામ મેરિયસ પોન્ટમાઁ છે. મારા શબને મારા દાદા જીલેનોર્મન્ડને ત્યાં ૪૦ કેલવેર નં. ૬ માં પહોંચાઢવું, ”
પછી તેણે ખીસા-ડાયરી પાછી પોતાના કોટના ખીસામાં મૂકી દીધી. ત્યાર બાદ તેણે એબ્રોચને બૂમ પાડી.
મેરિયસના અવાજ સાંભળી, તે છેકરો તરત ભક્તિભાવના ઉમળકાભર્યા શહેર મેરિયસ પાસે દોડી આપ્યા.
“તું મારું એક કામ કરીશ?”
66
કોઈ પણ કામ, સાહેબ ! તમારા વિના ત કયારનું ગાવું ભડથું થઈ
ગયું હોત.
.
લે ૨૦૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org