________________
૩૫૨
લે સિરા શું બન્યું હતું તે ટૂંકમાં કહી જવાય તેવું છે. એપનીને જ આ બધુ ઊભું કર્યું હતું. ત્રીજી જૂનની રાતથી માંડીને તેના મનમાં બે વિચારો સામટા ઊપડ્યા હતા : તેના બાપ અને પેલા ડાકુઓની રૂ પ્લમેટના મકાન ઉપરની યોજનાઓને ઊંધી વાળવી અને મેરિયસને કેસેટથી છૂટો પાડવો. તેણે જ જીન વાલજીનને ઍપ દ માર્સ આગળ ‘જલદી દૂર ચાલ્યા જાઓ’ એવી ચેતવણી આપી હતી. જીન વાલજીને તરત જ ઘેર જઈને રાતે હૈ દ લ હોમ આર્મવાળા મકાનમાં ટુ ડોશી સાથે ચાલ્યા જવાનું અને બીજે અઠવાડિયે કાંડન પહોંચી જવા માટે ઊપડવાનું જાહેર . કેસેટ આ અણધાર્યા પ્રહારથી એકદમ દિમૂઢ થઈ ગઈ. તેણે ઉતાવળે બે લીટીઓ મેરિયસને લખી નાખી. પણ ટપાલમાં એ કાગળ નાખવો શી રીતે? તે એકલી કદી ઘર બહાર નીકળતી નહિ; અને ટુ ડોશીને ટપાલમાં કાગળ નાખવા મોકલે, તે ડેસી તે એ વાતથી જ એટલી નવાઈ પામી જાય છે, મ. દોશલને એ કાગળ બતાવ્યા વિના રહે જ નહિ. એ કટોકટીની ઘીએ જ કૉસેટે એપનીનને જુવાન છોકરાના પિશાકમાં દરવાજાના સળિયા આગળ જોઈ. તેણે તરત તે “મજૂર' જુવાનિયાને પાંચ ફ્રાંક આપ્યા અને એ કાગળ “માં મેરિયસ પિન્ટમર્સી, મેં. કોર્ફોરાકના મકાનમાં, રૂ દ લા વેરી નં. ૧૬” એ સરનામે તરત પહોંચાડવા આજીજી કરી.
બીજે દિવસે૧મી જુનને દિવસે એપનીન કોરાકને ત્યાં મેરિયસને કાગળ આપવા નહિ પણ “તાલ જોવા’ ગઈ. પણ જયારે કોર્ફોરાકે કહ્યું કે, તેઓ બધા મોરચે જવા ઊપડે છે, ત્યારે એપનીને પણ એ મોરચાના મોતમાં જ જાતે ધસી જવાનું નક્કી કર્યું. પણ સાથે સાથે મેરિયસને પણ ત્યાં જ ધકેલી જવાને, કોસેટ ઉપરની અદેખાઈથી તેણે વિચાર કર્યો. એટલે મેરિયસ રૂ પ્લમેટ તરફ સંકેત પ્રમાણે જશે જ એમ માની, તે ત્યાં ગઈ. કેસેટ ન મળતાં મેરિયસ નિરાશ થશે એમ તે માનતી હતી. અને તેમજ બન્યું. એટલે તેણે વખત જોઈ, મેરિયસના મિત્રોને નામે, તેને મોરચા તરફ ચાલ્યા આવવાનો સંદેશ દૂરથી સંભળાવ્યો. પછી તે મોરચે પાછી આવી.
ત્યાં શું બન્યું તે આપણે જોઈ આવ્યા. અદેખાઈથી બળતાં હૃદયો, પોતે જેને ચાહતાં હોય છે તેને બીજું કોઈ ન લઈ જાય તે માટે, પોતાની સાથે જ મોતના ખાવમાં ઘસડતા જવામાં વિચિત્ર આનંદ માણે છે.
મેરિયસે કાગળને ચુંબનથી નવરાવી નાખ્યો. તે કૅસેટ તેને ખરેખર ચાહે છે? એક ક્ષણભર તેના મનમાં થઈ આવ્યું કે, તે હવે તેણે મરણ પામવાની જરૂર નથી. પણ પાછો તેને વિચાર આવ્યો : તે તે હવે ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org