________________
હુ હમણાં જ પાછે આવું છું !
૩૫૧ તેણે મેરિયસને હાથ પકડી પોતાના જાકીટ પર મૂક્યો. મેરિયસે કાગળ કાઢી લીધો.
તેના મોં ઉપર હવે સતિષ અને શાંતિની આશા છવાઈ રહી. પછી તે ખચકાતાં ખચકાતાં બોલી –
“મેરિયસ મહાશય, એક વચન આપ–” “શું?” “પહેલાં વચન આપ.” “હા, હું વચન આપું છું.”
હું મરી જાઉં, ત્યારે મારા કપાળ ઉપર એક ચુંબન કરો!” '
તરત જ તે ધબ દઈને જમીન ઉપર ગબડી પડી. તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. મેરિયસ તેના માં સામું જોઈ રહ્યો. તેને પહેલી વાર સમજાયું કે, આ છોકરી ખરેખર તેને ચાહતી હતી! તેણે હવે એ ગત આત્માને વિદાય અને શાંતિ આપવાના ખ્યાલથી હળવે રહીને તેના કપાળ ઉપર ચુંબન કર્યું.
૮૪ હું હમણું જ પાછો આવું છું ! મેરિયસે એપનીન પાસેથી કાગળ લીધે, પણ તેના હૃદયમાં એક થડકો થયા વિના ન રહ્યો. તેને ખાતરી થઈ ગઈ હતી કે તેમાં કોઈ અનેખી ઘટના જ તેને વાંચવા મળવાની છે. કાગળ વાંચવા તે અધીરો થઈ ગયો. માણસનું હદય કેવું વિચિત્ર હોય છે! પેલી કમનસીબ બાળકીને આંખે મીંઢે વાર પણ નહતી થઈ અને તેને આ કાગળ વાંચવાની અધીરાઈ આવી ગઈ. તેણે તેને જમીન ઉપર ધીમેથી સુવાડી અને તરત તે ત્યાંથી ચાલવા માંડયો. ગમે તેટલી ઇંતેજારી હતી, તે પણ એના શબ પાસે ઊભા રહીને તે એ કાગળ ન વાંચવો જોઈએ, એવું જાણે કોઈક તેને અંતરમાંથી કહી રહ્યું હતું.
મીણબત્તીને અજવાળે જઈ તેણે તે કાગળ ફેડયો. લખાણ ટૂંકું જ હતું : “મારા પરમ પ્રિય, દુ:ખની વાત છે કે મારા પિતા તરત જ ઊપડી જવા માગે છે. અમે આજ રાતે રૂ દ લ મ આર્મ નં ૭ માં હેઈશું. એક અઠવાડિયામાં તો અમે ઇંગ્લેન્ડ પહોંચી ગયાં હઈશું.
– કૉસેટ, જૂન થી તારીખ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org