________________
૩૫૦
લે શિરાબ પછી પિતાના મનના ગૂંચવાડા ગુપચુપ જ ઓળંગી જઈ, થોડી વાર બાદ હૃદયભેદક સ્મિત કરીને તે બોલી –
“તમે મને કદરૂપી ગણતા હતા નહિ?” થોડી વાર પછી તેણે ચાલુ રાખ્યું
“જુઓ, તમે પણ હવે મૂઆ જ જાણે. આ મરચામાંથી કોઈ જીવતું નીકળવાનું નથી. તેથી તે હું તમને અહીં ખેંચી લાવી હતી. તેમ છતાં
જ્યારે તમારા ઉપર બંદૂક તકાતી જોઈ, ત્યારે મેં વચ્ચે હાથ ધર્યો. આ બધુ કેવું હોય છે. પણ મારે તમારી પહેલાં મરવું હતું. ગળી વાગી એટલે હું અહીં ખેંચાઈ આવી. મને કોઈએ ઉપાડી નહિ. હું તમારી રાહ જોતી હતી. પણ તમે ન આવ્યા. તમને ખબર પણ પડી નહિ હોય, એ વિચાર આવતાં હું કેટલું બધું તરફડી! તમે મને પૈસા આપતા હતા, નહિ? મારે તમારા પૈસા નહોતા જોઈતા. તમને યાદ છે મેરિયસ મહાશય? પણ હવે આપણે બધાં મરવાનાં છીએ; હવે આપણે બે જ પરલોકમાં મળીશું, પેલી તે અહીં જ જીવતી રહી જશે!”
અચાનક તેને ગળે વેદનાને ડચરો ભરાય. “મેરિયસ મહાશય, હું ચાલી! તમે પણ વહેલા આવવાના જ છો. કોઈ બચવાનું નથી. પેલે જ મારો ભાઈ ગાય છે, તે જો મને અહીં જોશે તે વઢશે.”
“કોણ તારે ભાઈ?” પેલા મરચાની ટોચે ઊભા રહીને ગાય છે તે.”
એ તારો ભાઈ થાય?” “હા, પણ એ અમારી સાથે નહેતે રહેતે.”
મેરિયસને એકદમ પિતાના પિતાએ થેનારડિયર કુટુંબ પ્રત્યે વારસામાં સોંપેલી ફરજોની વાત યાદ આવી. તે એકદમ ગેવોચ તરફ જવા ઊપડ્યો.
“ના જતા રહેશે. મેરિયસ મહાશય, હવે બહુ વાર નથી!” તે હવે લગભગ બેઠી થઈ ગઈ. મોતના એળા તેના ઉપર છવાઈ ચૂકયા હતા. તે મેરિયસના મેં પાસે પોતાનું માં લઈ જવાય તેટલું નજીક લઈ જઈને બેલી. “જુઓ હું તમને છેતરવા માગતી નથી. મારા ખીસામાં તમારે માટેને પત્ર છે. ગઈ કાલથી તે મારી પાસે પડેલો છે. તેને ટપાલમાં નાખવા મને પેલીએ આપ્યો હતે. પણ તે તમને મળે તેવું હું ઇચ્છતી ન હતી. પણ હવે તે તેને છોડી તમે પરલોકમાં મારી પાસે જ આવવાના છો તે ઘડીએ તમને મારા ઉપર ચીડ ન ચડે તે માટે તમારે કાગળ હવે કાઢી લો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org