________________
એપેનીનની વિદાય! એપનીન.” મેરિયસે નીચે વળીને જોયું તે તેણે પુરુષનાં કપડાં પહેર્યા હતાં.
તું અહીં ક્યાંથી? અહીં તું શું કરે છે?” “હું મરી રહી છું.”
“હું? તું ઘવાઈ લાગે છે. ઊભી રહે, તને હું ઓરડામાં લઈ જાઉં. ત્યાં તે તારા ઘા ઉપર પાટો બાંધશે.” એરિયસ નીચે વળી તેને ઊંચક્યા ગયો. પેલીએ જરા ધીમી ચીસ પાડી.
“તને દુ:ખા ?” .
જરાક.” “પણ હું તે તારા હાથને જ અડયો છું.” પેલીએ પિતાના હાથનો પંજો ઊંચો કર્યો. તેમાં વચ્ચે કાળું નાણું હતું.
તારા હાથને શું થયું?” “બંદૂકની ગેળી આરપાર નીકળી ગઈ છે.” “શી રીતે?”
તમારા તરફ બંદૂક તકાઈ, તે તમે જોઈ હતી?” “હા, તે વખતે એક જે એ બંદૂકની નળી આડે આવ્યો હતે.”
તે મારો હતો.” મેરિયસ ગ્રૂજી ઊઠયો.
પણ એટલા ઘાને કંઈ વાંધો નહિ. તેઓ તારા હાથને બરાબર પાટો બાંધી દેશે. હાથને પંજો કાણે થવાથી માણસ કંઈ મરી જાય નહિ.”
પણ એ ગોળી મારી પીઠમાં થઈને નીકળી ગઈ છે. મને હવે ત્યાં લઈ જવાને કાંઈ અર્થ નથી. પણ તમે દાક્તર કરતાં પણ મારી વધુ સારવાર કરી શકે તેમ છે. તમે જરા પાસે પથ્થર ઉપર બેસે.” ' મેરિયસે તેમ કહ્યું, એટલે તેણે પોતાનું માથું તેના ઢીંચણ ઉપર ગોઠવી દીધું અને પછી તેની સામું જોયા વિના જ ગણગણી : “કેવું સારું લાગે છે! તમે કેવા સારા છો ! મને હવે કશું દુ:ખ લાગતું નથી!”
થોડી વાર તે સૂપ પી રહી. પછી તે થોડો પ્રયત્ન કરી મેરિયસ સામું જોઈને બોલી, “તમે કયાં જાણો છો? તમે એ બગીચામાં જતા હતા તે મને ગમતું ન હતું. પણ એ મકાન મેં જ તે તમને બતાવ્યું હતું. તમારા જેવા જુવાન માણસને પેલીનું ઘર બતાવી દેવું, એટલે શું થાય એ મારે પહેલેથી જ ભણવું જોઈતું હતું. ખેર !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org