________________
૩૪૮
લે સિરાક૭ જીવતે કે મરેલો ખૂટયો, તે જીન પૂવેર! તે તે સૌને વહાલો તથા બહાદુર સાથી હતો. પલટણના સૈનિકો પાછા જતી વખતે તેને સાથે ધકેલી ગયા હતા, એ ઉઘાડું હતું.
કેમ્બફેરે એજોલરસને કહ્યું: “તેઓ આપણા મિત્રને લઈ ગયા, આપણી પાસે તેઓને અક્સર જાવર્ટ છે. હું સફેદ દવજ સાથે તેઓ પાસે એ બેની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ લઈને જવા માગું છું.”
એટલામાં શેરીને છેડે બંદૂકોના ઘોડા ચડાવાતા હોય તેવો અવાજ આવ્યો. સામેથી એક બૂમ પણ સંભળાઈ :
ઝિદાબાદ ફ્રાંસ !” સૌએ પૂવેરને અવાજ ઓળખ્યો. તરત એક ચમકારો થયો અને એક ભડાકે.
ફરીથી શાંતિ છવાઈ ગઈ. કોમ્બીફે કહ્યું, “તેઓએ એને મારી નાખ્યો.”
એન્જોલરસે બાવર્ટ સામે જોઈને કહ્યું, “તારા મિત્રોએ જ તને અબઘડીએ ગોળીએ દીધા છે.”
બધાનું લક્ષ મોટા મોરચા ઉપર જ કેન્દ્રિત થયેલું હતું. તે વખતે મેરિયસ નાના મરચાની પરિસ્થિતિ શી છે તે જોઈ આવવા નીકળ્યો. એક ફાનસ સિવાય બીજું કશું ત્યાં ન હતું.
મેરિયસ એ જોઈને પાછો ફરતું હતું, તેવામાં તેણે એક ધીમે અવાજ સાંભળ્યું : “મેરિયસ મહાશય !”
મેરિયસ એ અવાજ સાંભળી કંપી ઊઠ્યો. કારણ કે, રૂ પ્લમેટના જાળીવાળા દરવાજા આગળ, જેણે તેને મોરચામાં આવવા તેના મિત્રોને સંદેશ કહી સંભળાવ્યો હતો, તેને જ તે અવાજ હતે.
મેરિયસે આસપાસ નજર કરી જોઈ પણ કોઈને ન દીઠું. એટલે તે આગળ ચાલવા જતો હતો, તેવામાં ફરી પેલો અવાજ આવ્યો, “ મેરિયસ મહાશય !”
તેણે આસપાસ નજર કરી પણ કોઈ કયાંય દેખાયું નહિ. “તમારા પગ આગળ.” પેલો અવાજ બોલ્યો.
મેરિયસે નીચે વળીને જોયું તે કશેક આકાર પેટે ઘસડાતે પગથાર ઉપર તેની તરફ સરકી રહ્યો હતો.
“તમને ઓળખાણ ન પડ્યું?” ના.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org