________________
એપેનીનની વિદાય! કાંને પક્ષના ભડાકા એકસાથે થયા. તેમના અજવાળામાં અને ધુમાડામાં અંજાઈ ગયેલી આંખે જરા જોઈ શકે તેવી થઈ, ત્યારે ખબર પડી કે, બંને પક્ષની હરોળના ઘણા માણસો ગબડી પડ્યા હતા, અને ઊભા રહેલા શાંતિથી પિતાની બંદૂકો ફરી ભરતા હતા. કટોકટીની ઘડી હતી; કારણ કે, આટલી નજીકથી ગોળીબાર ચાલે, તે છેવટે બળવાખોરે જ ઓછા થતા જાય. સૈનિકો તે મોરચા પર નવા નવા ચડયે જ જતા હતા.
અચાનક એક ગર્જના જે ઘેરો અવાજ આવ્યો : “ચાલ્યા જાઓ, નહિ તે હું આખા મેર ઉરાડી દઉં છું!”
બધાએ એ દિશામાં જોયું. મેરિયસે બંદૂકના દારૂથી ભરેલું પેલું પાપ જોઈ લીધું હતું. પિતાના હાથની ખાલી પિસ્તોલો ફેંકી દઈ, તરત તે એ પીપ ગબડાવીને મરચાની વચમાં લાવ્યા હતાઅને તેને ત્યાં ગોઠવી, એક સળગતી મશાલ લઈ આવ્યો હતો. પછી પીપ ઉપરના ઝઝુમતા પથ્થર ઉપર જ ઊભો રહી એ મશાલ તે પીપમાં સીધી ચાંપવા જતો હતે.
ભલભલા પીઢ સંનિકો પણ આ દૃશ્ય જોઈ કંપી ઊઠ્યા. દારૂ ભરેલા પીપ ઉપર ઊભા રહી કોઈ માણસ સ્વસ્થતાથી મશાલ ચાંપવા જાય, એ કોઈના માનવામાં આવે તેમ નહોતું.
પલટણના સારજંટે તે કહ્યું પણ ખરું, “મારા રચે ઊડી જશે * કે સાથે તું પણ?”
“સાથે હું પણ!” મેરિયસે ટૂંકો જવાબ આપ્યો અને ઝટ મશાલ પીપ તરફ નમાવી.
નિમિષમાત્રમાં તે આખો મોરચો ખાલી થઈ ગયે. મોરચા ઉપર ચડી આવેલા સૈનિકો જાણે રાત્રીના અંધારામાં ઓગળી ગયા. મોરચો બચી ગયો.
બધા હવે મેરિયસની આસપાસ ટેળે વળ્યા. કર્ફોરાક કૂદીને મેરિયસને ગળે વળગી પડ્યો.
મેરિયસે પૂછયું : “આપણે આગેવાન કોણ છે?” એન્જોલરસે કહ્યું, “તું હવે આગેવાન છે.”
લકરના માણસો શેરીને છેડે કંઈક ધમાલ કરી રહ્યા હતા, પણ હવે કોઈ આગળ ધસી આવતું નહોતું. જાન સાથે આવા ખેલ કરનારાઓ સામે તેમને બીજી રીત અજમાવવી જરૂરી લાગી.
બળવાખોરોએ હવે પોતાના માણસોની હાજરી પૂરવા માંડી. એક જણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org