________________
૮૩
એપનીનની વિદાય !
અત્યાર સુધી મેરિયસ એક ખૂણામાં સૌની અજાણમાં છુપાઈને આ બધો તાલ જોતે હતે. તે કશા નિશ્ચય ઉપર આવ્યો ન હતો, તથા આ બધી મોતની બાજી જોઈને તેને કમકમાં આવતાં હતાં. પરંતુ જીવન તરફનું તેનું ખેંચાણ એટલું બધું દૂર કે નાબૂદ થઈ ગયું હતું કે, તેના પ્રમાણમાં મોતની અંધાર-બીણ તેને વધુ આકર્ધતી જતી હતી. પછી મેબો મહાશયને તથા બહેરેલને મરતા જોઈને, કોર્ફોરાકનો મદદ માટેનો પોકાર સાંભળીને તથા ગેડ્રોચની કટોકટીભરી સ્થિતિ જોઈને, તે જાવટંવાળી બે પિસ્તોલ હાથમાં લઈ મોરચામાં કુદી પડયો. પહેલા બારથી તેણે ગેવચને બચાવ્યો અને બીજ બારથી કર્કેરાકને.
પણ આ દરમ્યાન પલટણના માણસો મોરચાની દીવાલ ઉપર ચી આવ્યા હતા. તેઓ રચાની અંદર કૂદી નહેતા પડતા તેનું કારણ એટલું જ હતું કે, અંધારામાં નીચે તેમને માટે છે ફાંદો ગઠવી રાખ્યો હોય, તેની તેઓને શંકા હતી. મેરિયસે હવે પિતા પાસેની ખાલી થયેલી પિસ્તોલ ફેંકી દીધી હતી. દરમ્યાન તેની નજર બારણા પાસેના પેલા બંદૂકને દારૂ ભરેલા પીપ ઉપર પડી. તરત તે એ તરફ વળ્યો. એટલામાં એક સૈનિકે તેના તરફ બંદૂક તાકી. અચાનક એક હાથનો પંજો એ બંદૂકની નળીના મોં આગળ આવ્યો. ભડાકો થયો, અને પેલો હાથનો પંજો ધરનાર જમીન ઉપર ફસડાઈ પડ્યો. ગોળી તેના હાથમાંથી તેમજ કદાચ શરીરમાંથી પણ પસાર થઈ ગઈ હતી.
મેરિયસને આ બધું સહેજ આભાસરૂપ દેખાયું હતું. તે તે એ કશાનો વિચાર કર્યા વિના પેલા પીપ તરફ જ દોડ્યો.
પણ દરમ્યાન મોરચા ઉપર ચડવા લાગેલા સૈનિક બળવાખોરોની. બરાબર સામે આવી ગયા હતા. બળવાખેરોમાંને મોટો ભાગ ઉપલે માળ બારીએ આવીને ઊભા હતા ત્યારે એન્જોલરસ, કોર્ફોરાક, જીન પૂવેર અને કમ્બીકેર જેવા કેટલાક અડગ-નિશ્ચયી લોકો ભીંતે પિતાની પીઠ ટેકવી બંદૂકો થરીને ઊભા હતા,
પલટણના અફસરે તલવાર ધરીને હુકમ કર્યો : “નિઅન લે !” એ લરસે હુકમ કર્યો : “ફાયર !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org