________________
લે ચિરાહ મેરિયસે કૉસેટને હાથ પોતાના હાથમાં લી. “ કૉસેટ, હું મારા કુલધર્મના સોગંદ કદી નથી ખાતે; કારણ કે, મને મારા પિતાની યાદ આવે છે; અને હું તે સોગંદ કોઈ પણ ભેગે પાળું જ. પણ હું તમને મારા કુલધર્મના સોગંદ ખાઈને કહું છું કે, તમે જો ચાલ્યાં જશે, તે હું મરી જઈશ.”
કોસેટને આ શબ્દો સાંભળતાં એ આંચકો લાગ્યો કે તે પગથી માથા સુધી કંપી ઊઠી. અને એ આંચકા સાથે તેનું રડવાનું પણ બંધ થઈ ગયું. બહાર વહી જતી લાગણી કરતાં અંદર રૂંધાયેલી લાગણી જ ખરી મારક હોય છે.
પછી મેરિયસે કહ્યું, “જાઓ, કાલે મારી રાહ ન જોતાં.” કેમ વાર?” પરમ દિવસ સુધી પણ મારી રાહ ન જતાં!” “પણ, કેમ?” પછી તમને ખબર પડશે.” પણ તમને જોયા વિનાને એક દિવસ ! એ તે અશક્ય વસ્તુ છે.”
તે માણસની ટેવો કદી બદલાતી નથી. તે કદી સાંજ સુધી કોઈને મુલાકાત આપતા નથી.”
“કયા માણસની વાત કરો છો?” “કોઈની નહિ. પણ તમે પરમ દિવસ સુધી રાહ જોજો.”
તમારી પિતાની એવી મરજી છે?” “હા, કૉસેટ.”
કૉસેટે મેરિયસના બંને હાથ પિતાના હાથમાં લઈ, ઊંચી થઈને મેરિયસની આંખ વાંચવા પ્રયત્ન કર્યો
મેરિયસે આગળ ચલાવ્યું:
મને એમ લાગે છે કે, તમારે મારું સરનામું જાણવું જોઈએ. કાંઈ પણ બને. શું બનશે તે આપણે જાણતા નથી. હું મારા મિત્ર કોર્ફોરાક સાથે નં. ૧૬, રૂ દ લા વેરેરીમાં રહું છું.” આટલું કહી, તેણે ખીસામાંથી ચપ્પ કાઢીને ભીંતના પ્લાસ્ટર ઉપર લખ્યું :
ન. ૧૬, રૂ દ લા વેરરી.”
કૉસેટે ફરીથી પોતાના પંજા આમળતાં કહ્યું, “પુરુષે કેવા સુખી છે ? તેઓ બહાર જાય, અને આવે. મારે ઘરમાં જ ભરાઈ રહેવાનું છે. અરેરે, મારી શી વલે થશે? બે આખા દિવસ તમને મળ્યા વિના કેમ કરીને રહેવાશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org