________________
૩૧૩
પરમ દિવસે નવને ટકેરે .. “આપણે બંને કેવાં મૂરખાં છીએ? મેરિયસ, મને એક વિચાર સૂઝયો છે.”
“શે?”
“ જવું પડે તે જવાનું વળી! પણ અમે કયાં જઈએ છીએ તે હું તમને કહેતી જઈશ! એટલે તમે હું જ્યાં જાઉં ત્યાં આવી પહોંચજો !”
તમારી સાથે આવું? કૉસેટ તમે તે ગાંડાં છે, ગાડાં. એ માટે તે નાણાં જોઈએ. પણ મારી પાસે તે કશું જ નથી. ઇંગ્લેન્ડ જવું? મારી પાસે નાણાં તો નથી, પણ ઉપરથી મારા મિત્ર કોર્ફોરાકનું દેવું છે! મારાં કપડાંના બે ફાંક પણ ન ઉપજે, મેં તમને બધી વાત કરી નથી, પણ હું કંગાળ મુફલિસ છું. તમે મને તે જ જુઓ છો એટલે તમારો પ્રેમ મને આપો છો; પણ જો તમે મને દિવસે જુઓ, તો મને એકાદ સૂ જ આપી બેસો. ઇંગ્લેન્ડ આવું? મારી પાસે પાસપોર્ટ કઢાવવાનાં પણ દોઢિયાં નથી!”
તે હવે પાસેના એક ઝાડ ઉપર કપાળ અને માથું નાખી તથા હાથ માથા તરફ ઊંચા રાખીને ઊભો રહ્યો. ઝાડની બરછટ છાલ તેની ચામડીમાં કાપા પાડતી હતી અને તાવ તેનાં લમણાં ફોડી નાખતો હતો. તેને કશી ખબર ન રહી. હમણાં ગબડી પડે તેવી સ્થિતિમાં ઊભેલું જાણે નિરાશાનું બાવ!
આમ ને આમ ઘણો લાંબો સમય વહી ગયો. આવી અંધારી ખીણ સામે આવીને ઊભી રહે, ત્યારે માણસ અનંતકાળ સુધી એમ ને એમ સડક થઈને ઊભો રહે! છેવટે તેણે મેટું ફેરવ્યું કૉસેટ બે કલાકથી ડૂસકાં ભરતી રહ્યા કરતી હતી.
તે તેની નજીક આવ્યો અને ઘૂંટણિયે પડી, જમીન સરસો નમો. પછી તેણે તેના પગ ટચ તેનાં કપડાંમાંથી બહાર દેખાતું હતું, તેને ચુંબન કર્યું.
કૉસેટે ગુપચુપ તેને તેમ કરવા દીધું. કેટલીક ક્ષણો એવી આવે છે, જ્યારે સ્ત્રી એક દેવીની પેઠે ગંભીરતાથી અને આનાકાની કર્યા વિના પ્રેમીની ભક્તિ સ્વીકારી લે છે.
“ન રડશો.” મેરિયસે કહ્યું. પણ મારે ચાલ્યા જવું પડશે, અને તમે ત્યાં આવી શકવાના નહિ!” તમે મને ચાહો છો?” હું તમારી પૂજા કરું છું” “મારી ખાતર તમે રડતાં બંધ થઈ જાઓ.” “તમે પણ મને ચાહો છો?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org