________________
તે કદી પાછે નિહ આવે!
૩૧૫
પણ જુઓ, તમારે ગમે તેમ કરીને પરમ દિવસે રાતે નવ વાગ્યે બરાબર અહીં મારી પાસે આવી પહેોંચવું પડશે. સમજ્યા ? નવના ટક્રોરા પડશે કે હું બાગમાં આવી જઈશ. ”
-
તે કદી પાછા નહિ આવે!
દાદા લેનાર્મેન્ડે આ અરસામાં તેમનું ૯૧મું વર્ષ પૂરું કર્યું હતું. ને હજુ તેમની ઘરડી દીકરી કુમારી લેનેાર્મન્ડ સાથે ૩૦ કેલવેર નં. ૬ વાળા પેાતાની માલકીના જૂના મકાને જ રહેતા હતા. એવા ડોસા મરતા સુધી અક્કડ જ રહે છે ઃ ઉંમરના બાજે તેમને ગરદનથી નીચે વાળ્યા વિના જ ખડકાય છે અને ગમે તેવા શાક પણ તેમને નમાવી શકતા નથી.
36
છતાં, કેટલેક સમય થયાં તેમની દીકરી કહેતી કે, મારા બાપુ હવે ભાંગી પડવા માંડયા છે. તે હવે તેમના નોકરોને ફટકારતા નથી; બારણું ઉઘાડતાં નાકરને વાર લાગે તો પગથિયાં ઉપર તે પેાતાના દડા જરા ઓછા જોરથી ઠપકારે છે.”
ખરી વાત એ છે કે, ચાર વર્ષ સુધી તે, મેરિયસ ઘેાડા જ વખતમાં પગે પડતો પાછા આવશે એવી આશામાં, તે ડોસા અક્કડ બેસી રહ્યા હતા. પણ હમણાં હમણાંને તેમને વિચાર આવતા જતા હતા કે, કદાચ તે મરણ પામે ત્યાં સુધી મેરિયસ પાછા નહિ આવે. અને એ વિચારથી તે ઠરી જતા.
સાચી અને સ્વાભાવિક લાગણી છે. આ ડોસાને પણ મેરિયસ ઉપર અંદરખાનેથી
હંમેશાં
હતા.
એક દિવસ ડોસા બે ઢીંચણ ભેગા કરી, આંખા લગભગ મીંચી, હતાશાની મૂર્તિ સમા ચૂપ બેઠા હતા, ત્યારે તેમની દીકરીએ હિંમત કરીને પૂછ્યું : “બાપુ, તમે હજુ તેના ઉપર ચિડાયેલા છે ? ”
66
“કોની ઉપર?”
વિયાગથી વધુ તીવ્ર બને સાચા અને કુદરતી પ્રેમ
“બાપડા મેરિયસ ઉપર.
ડોસાએ તરત હાથની મૂઠી વાળીને ટેબલ ઉપર પછાડી; અને પછી
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org