________________
લે મિઝરાક્લ ત્રાડ નાખીને કહ્યું: “વાડી મેરિયસ? એ હરામજદો, કૃતકની, ઘમંડી, હૃદયહીન, બદમાશ, એને તું વાપરો કહે છે?”
અને તેમણે તરત પિતાનું મેં ફેરવી લીધું, જેથી તેમની આંખમાં આવેલું આંસુ પેલી જોઈ ન શકે.
કુમારી જીલેનર્મન્ડને ખાતરી થઈ ગઈ કે, “મારા બાપુ કદી મારી બહેને કરેલા લગ્નને કારણે તેને ક્ષમા આપી શક્યા જ નથી; અને તેથી તે મેરિયસને પણ ધિક્કારે જ છે.”
પણ ડોસાએ મેરિયસ માટે જે વિશેષણ વાપર્યાં હતાં તેમાંથી એવો અર્થ કુમારી જીલેનેર્મન્ડ જ તારવી શકે! બાકી, સાને ગુસ્સો તે, મેરિયસ પાછો કેમ આવતું નથી, અને ડેડસા ઉપર દયા લાવવા જેવું હૃદય તેને કેમ નથી, એ માટે હતો!
જથી જૂનની એક રાતે સગડી ભડભડ બળતી હતી. સા વિચારમાં પડી ત્યાં તાપતા બેઠા હતા. તેમને વળી વળીને વિચાર આવતો હતો કે, મેરિયસ હવે નહિ જ આવે! જો તે આવવાને હોત તે ક્યારને આવી ગયો હોત. તે ધીમે ધીમે પિતાના મનને ખાતરી કરાવતા હતા કે, “એ મહાશયને મળ્યા વિના જ હવે પોતાને મરવાનું છે. પણ એ વિચાર સાથે જ એ પોટ્ટા ઉપર તેમને ગુસ્સો એકદમ ઊભરાઈ આવો. “હરામજાદો! ઘમંડી! ડોસા સાથે આવી બાકરી બંધાય? એક વાર તે આવીને એટલું જ કેમ કહેતે નથી “દાદા!' બસ, પછી કોણ તેને વધારે પૂછે છે?” અને મેરિયસના મોંથી “દાદા’ શબ્દ સાંભળવા તલપી રહેલું તેમનું હૃદય એકદમ ભરાઈ આવ્યું; તથા તેની સાથે મેરિયસને તેની માને બરાબર મળતું આવતું મેં યાદ લાવી, પિતાની દીકરી અને પોતાના દૌહિત્ર બનેને હાથે કરીને ગુમાવી બેઠેલા દેસાને કંઈ કંઈ વિચાર આવી જવા લાગ્યા.
તે જ ઘડીએ તેમના નેકરે આવીને પૂછ્યું: “આપ મેરિયસ સાહેબને મુલાકાત આપી શકશો?”
“મેરિયસ સાહેબ કોણ વળી?” ડોસાએ પૂછયું.
સાની ફાટેલી આંખે જોઈ બીની ગયેલા નોકરે ડરતાં ડરતાં કહ્યું, “હું નથી જાણતે સાહેબ, પણ દરવાને આવીને હમણાં જ કહ્યું કે, મેરિયસ સાહેબ નામના એક જુવાન બહાર ઊભા છે.”
“તેને અંદર લઈ આવ.” ડેસા એ જ સ્થિતિમાં બેસી રહ્યા. તેમનું ડોકું હાલતું હતું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org