________________
જીવનધર્મ કયો ! લે મિઝરાળ્ય' આ નવલકથાએ વિવસાહિત્યમાં કયારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાને આ સમય છે.
આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જામ્યો તે મેં અનેક ઠેકાણે વાપર્યો છે.
દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂર્તિની પણ આવશ્યકતા હોય છે. “લે મિઝેરાબ્લ’માં નાથક ઉપર પોતાની ક્ષમાયુક્ત ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું, ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે.
રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, વ્યાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ. રામાયણ માટે “કઠોરગભ'સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગાપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે.
આ નવલકથાને કારણે એનો નાયક જો વાલજો ઐતિહાસિક વ્યક્તિ જેવો થઈ ગયો છે.
જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાને અણિશુદ્ધ કાનુની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતા પોલીસ
ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતે ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ધર્મની વિફલતા બંને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે.
આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જુના સાથી શ્રી. ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨-૧૦૬૩
काका कालेलकर
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org