________________
१८ દ્રષ-અસૂયા પ્રત્યે ધૃણા પ્રેરી તેને વ્યક્ત કરી શકે, જડ વસ્તુ પિતાને અંગે ભાગ-અને-પરિગ્રહ-બુદ્ધિ અને વૃધ્યા ઝેરી તેને વ્યક્ત કરી શકે. આ બે વચ્ચે મજાના ગજગ્રાહ ચાલે. ઇંગે માનવહૃદયના ચેતનબળની વિલાસ-કથા કહે છે; માર્ક્સ જેવા સમાજવિજ્ઞાનીઓ રાજ્ય, યંત્રબળ ઇ૦ જડ બળોને સંગ્રહ કરી તેમના વડે લોકોનું ભલું થઈ શકે, એની રાજ્યશાસ્ત્ર-કથા કહે છે.
અહીંયાં એ નોંધવું પડે કે, રાજ્ય, યંત્રબળ ઇ૦ જડ સાધને પણ, અંતે જોતાં ચેતન એવા માનવો વડે જ સતેજ કે સક્રિય બની શકે. અરે, જેવો સરમુખત્યાર તેવું જ તેનું તાનાશાહી ચિત્ર બનશે ને? આમ વિચારતાં. કલાની ચેતનપૂજા બલવત્તર ગણાય; વિજ્ઞાનની વસ્તુપૂજા, છેવટે જોતાં, મોટી સવડ જ ગણાય.
હૃગેની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપૂર્વક વંચાય છે, તે બતાવે છે કે, વ્યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હોય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે, પસંદગી વ્યક્તિ જ કરે છે. વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યક્તિ વસ્તુ માટે. આજના જડવાદો વ્યક્તિને વસ્તુ માટે બતાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખર. છતાં, તે સિદ્ધાન્તના પિયેર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ. જેવા સાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા વંચાય છે. એ બતાવે છે કે, માનવહૃદય છેવટે છે તેવું જ છે. તેને પ્રેમ અન્ય માટે છે; પ્રેમપારા જનોને સારુ ઘસાઈ મરવાને માટે તે હદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ઇ0 ગુનો નથી, પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીનું આ કથાચિત્રા વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ બીજી ચેપડી માટે કાંઈક લખવાને મિષે હ્યુગોની આ ક્યાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવકથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું, ૨૪-૧૦-૧૯૬૩
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org