________________
१७
આમ છતાં કલાકૃતિના આસ્વાદક, પોતાના ખ્યાલમાં આવે એ રીતે તેને નાણવા ને તપાસી જેવા મુખત્યાર છે.
માર્ક્સવાદીઓની રીત શી હતી? સમાજ અને રાજ્યને તેમણે વ્યક્તિ અને તેના ધર્મ કરતાં ચડિયાતું દૈવત માન્યાં. તે વડે સૌને માટે સમાનતાપૂર્વક સુખી જીવનની જરૂરિયાત પૂરી પાડવાની વ્યવસ્થા કરનારું બળ રચવું; તેના સંગ્રહ દ્વારા ગરીબાઈ અને ગુના ઇ દાબવાં – દૂર કરવાં- નામશેષ કરવાં; એમ વર્ગ-વર્ગની વિષમતા વિનાના સામ્ય-સમાજ રચવા. માનવ હૃદયમાં રહેલા પ્રેમ, ધર્મ, આસ્તિકય, ઈ૦ જેવા ભાવાને, આ કામ કરવાનું, ઇતિહાસે, આજ પૂર્વેનાં બધાં સૈકાંમાં સોંપેલું. તેમાં એ બધા દેવાળું કાઢી પરવાર્યા છે; તેમને ભરોંસે હવે ન રહી શકાય. આ રીતના ભાવાને પોષે એવું સાહિત્ય, એવો કળા-કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાન સાચી દિશાવાળાં; બીજાં ખાટાં ને ચિત્તભ્રામક—એમ તે સૂચવે. લોકોમાં જેમને માટે જરૂરી લાગે તેટલાનાં આવાં ચિત્તની શુદ્ધિ પણ નિષ્ઠુર કે કઠોર બનીનેય કરવી, એમ પણ તે કહે.
રાજ્યની આવી સમાજશક્તિમાં અમુક વ્યવસ્થાબળ રહેલું છે, એમ કેટલાક માને છે. કેટલાક લેાકો તે સામે —તેના નિદક એવા અરાજવાદી પણ પડેલા છે. હ્યુગોએ આ શક્તિના પ્રતીક રૂપે પોલીસ ઇન્સ્પેકટર જાવ આપણને આલેખી આપ્યા છે. એમાંથી આપણે આ શક્તિની શક્તિમત્તા અને એની અશક્તિ બંને જોઈ શકીએ. ૧૯મા સકાના યુરોપીય સમાજનું ચિત્ર આપણને વીશીવાળા થેનારડિયર અને તેના શેાષણના ભાગ બનતાં સ્ત્રી-બાળક ઈટ પાત્રો વડે હ્યુગો બતાવે છે. આ પાત્રો પરથી જ કથા તેનું નામ પામે છે. ૧૯મા સૈકાના યુરોપીય સમાજ નવી જ ગરીબાઈ પેદા કરે છે. તેની જ સાથે લાકના શ્રમને ચૂસીને માતબર બનતા નવા ધંધા પણ પેદા કરે છે; અને એ બધાની ભૂમિકા યુરોપના ૧૯મી સદીના સામ્રાજ્ય યુગ છે, જોકે હ્યુગો એનું ચિત્ર તેની વાર્તામાં નથી દારતા.
ડી નગરીના બિશપ પરથી એમ માની શકાય કે, માનવહૃદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન દ્વારા પ્રગટ કરી શકાય, તે એમાં કેવું તરણ-તારણબળ અને સમાજજીવન-ઉદ્ધારક સામર્થ્ય સંતાયેલું છે, — એ વિષે હ્યુગો શ્રદ્ધાળુ છે. આ બળ અને તે વડે સર્જાઈ શકતું સામાજિક સામર્થ્ય રાજ્યશક્તિ પર કલ્યાણમય પ્રભાવ પાડી શકે, એમ પણ આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ. છેવટે કળા ચેતન-પૂજા છે, તેની તુલનામાં વિજ્ઞાન એ વસ્તુતાએ જડપૂજા છે. ચેતન વ્યાક્ત પ્રેમગુણ પ્રેરી અને એના અભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org