________________
અદાલતમાં
૧
શહેરના નગરપતિ સાહેબ આજે અહીં પ્રેક્ષક તરીકે પધાર્યા છે. તેઓ સાહેબને અચાનક આ શું થઈ આવ્યું છે તે ન સમજાવાથી, જજસાહેબે અહીં કોઈ દાક્તર હાય તા તેમને માં. મેડલીનની મદદે દોડી આવવા વિનંતી કરી છે; હું પણ તે વિનંતીને ફરી વાર બેવડાવું છું—”
મોં. મેડલીને સરકારી વકીલને વચ્ચેથી અટકાવી ધીમા પણ સત્તાવાહી અવાજે જણાવ્યું, “ સાહેબ, હું આપના આભાર માનું છું; પરંતુ મને કાંઈ ઉન્માદ થઈ આવ્યા નથી. આપને હમણાં જ તેની ખાતરી થશે. હું મારું કર્તવ્ય જ બજાવી રહ્યો છું; કારણ કે, હું જ પેલા કમનસીબ ગુનેગાર છું. અહીં હાજર રહેલામાં હું જ બધી વાત કદાચ બરાબર જાણું છું, અને હું તદ્દન સત્ય જ બોલવા માગું છું. હું અત્યારે જે કરી રહ્યો છું, તેને ઉપરથી ઈશ્વર જુએ છે, અને એ વસ્તુ મારે માટે પૂરતી છે. હું જીન વાલજીન છું. મેં બીજા નામથી પ્રમાણિક જીવન ગુજારવા પ્રમાણિક પ્રયત્ન કર્યો છે, તથા મારા પૂર્વચરિતથી વિખૂટા પડવા ઇચ્છા રાખી છે. પરંતુ હું જોઉં છું કે એ અશકય છે. એ વાત સાચી છે કે, મે` બિશપ સાહેબને ઘેર ચારી કરી હતી, તથા નાના જવેના બે ફ્ાંકનો સિક્કો પડાવી લીધો હતો. જીન વાલજીન બહુ જોખમકારક માણસ છે, એ વર્ણન પણ ખાટું નથી; જોકે એ બાબતમાં મારે ઘણું કહેવાનું છે. પરંતુ, મારા જેવા માણસને સમાજના કે ઈશ્વરને વાંક જોવાને કે કહેવાના હોય નહિ. અલબત્ત, હું વહાણ ઉપર ગયા ત્યાં સુધી એક ગામઠી ખેડૂત હતા, તથા મારામાં ઝાઝી અક્કલ પણ ન હતી. પરંતુ વહાણ ઉપરની સજાએ મને પલટી નાખ્યો. હું મૂર્ખ હતો, પણ ત્યાં હું દુષ્ટ બન્યો. જો કે ઘણાં વર્ષ બાદ, બિશપ સાહેબની ભલાઈ અને સહનશીલતાને કારણે હું ઉધ્ધાર પામ્યો. પરંતુ એ બધી વાત જવા દઉં. આપ સાહેબાને કદ ય, એ બધું નહિ સમજાય. સાત વરસ પહેલાં નાના જવે ની પાસેથી પ વેલા બે ડ્રાંકને સિક્કો મારા ઓરડાની સગડીમાં હજુ પડેલા છે. મારે કાંઈ વધુ કહેવાનું નથી. આ ત્રણે જણ મને ઓળખી નથી શકતા. કદાચ જાવર્ટ અહીં હાજર હાત, તા મને ઓળખી કાઢત. પરંતુ આ ત્રણે જણને પણ હું કેટલીક વાતો યાદ કરાવી શકું તેમ છું; જેથી તેમને કા નહિ રહે કે હું જીન વાલજીન છું.
"t
ઠીક, ભાઈ બ્રેવેટ, વહાણ ઉપર તારી પાસે ગૂંથેલા કાબરચીતરા ખભા-પટ્ટા હતા તે તને યાદ છે?”
લે મિ૦ – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org