________________
લે સિઝેરાલ
બ્રેવેટ એકદમ શમીને છળી ઊઠયો. તે મોં. મેડલીન તરફ ભયથી ભરેલી આંખાએ પગથી માથા સુધી જોવા લાગ્યો.
“ શેનીલડયુ, તારા જમણા ખભા ઉપર ચામડી બળ્યાનું ચકામું છે; ત્યાં કોતરેલા ટી. એફ. પી. એ ત્રણ અક્ષરો કાઢી નાંખવા તે ત્યાં બળત અંગારો ઘસ્યા હતા, ખરું ને ?”
“ખરી વાત, ” શેનીલડયુ બાલ્યા.
.
* કાશિપે, શહેનશાહ કૅનિસ બંદરે ઊતર્યાં તે તારીખ - માર્ચ ૧, ૧૮૧૫
""
૧
-
તારા ડાબા હાથે ભૂરા અક્ષરોમાં ડામેલી છે; તારી બાંય ઊંચી ચડાવ. કોશિપેએ તેમ કર્યું અને સૌ જોઈ શકયા કે બરાબર તે તારીખ ત્યાં હતી. સૌની આંખા હવે આપમેળે પેાતાની જાતને જીવનભર કારમી સજામાં ધકેલતા આ માણસ ઉપર સ્થિર થઈ.
એ કમનસીબ માણસ સૌ પ્રેક્ષકો સામે જોઈને ફિક્કું હાસ્ય હસ્યા; એ હાસ્ય આજે પણ જેને યાદ આવે છે, તેઓનાં રુવાંટાં ઊભાં થઈ જાય છે. એ હાસ્ય વિજયનું હતું, પણ તેમાં અનંતકાળની હતાશા ભારોભાર ભરેલી હતી.
૧૯ વળી પાછા જીન વાલન
સવાર થવા લાગી. ફેન્ટાઈને નિદ્રા વિનાની અને તાવભરેલી રાત જેમતેમ પસાર કરી હતી. છેક સવાર લગાલગ તે જરા ઊંઘે ભરાઈ. એ તકના લાભ લઈ, સિમ્પ્લાઈસ તેની દવાનું મિશ્રણ તૈયાર કરવા દવાઓના ઓરડામાં ગઈ. સવારમાં ઝાકળથી છવાયેલી ઝાંખી શીશીએ તે જરા નીચી નમીને કાળજીથી તપાસતી હતી, તેવામાં અચાનક તેણે પાછા ફરીને જોયું તે Æાં. મેડલીન ચૂપકીથી ત્યાં દાખલ થયા હતા અને તેની સામે ઊભા હતા. આપ સાહેબ છે?” તેણીએ આશ્ચર્યના ઉદ્ગાર કાઢયા.
66
તેમણે ધીમે અવાજે પૂછ્યું : “ ફેન્ટાઇનને કેમ છે?”
“અત્યારે તે ખાસ કાંઈ નથી; પરંતુ કાલે અમે સારી પેઠે ગભરાય હતાં ખરાં.'
.
સિમ્પ્લાઇસે ટૂંકામાં ગઈ કાલની બધી વાત કહી સંભળાવી, તથા મોં. મેડલીન કૉંસેટને લેવા જ બહારગામ ગયા છે, એ આશાએ ફેન્ટાઇન બળપૂર્વક ટકી રહી છે, એમ પણ જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org