________________
વળી પાછા ન વાલજીન “ઠીક કર્યું, તેને ભ્રમ ન ભાગ્યો છે.”
“પરંતુ સાહેબ, આજે આપને તે જોશે અને તેની બાળકીની માગણી કરશે તે શું થશે?”
ભગવાન આપણને રસ્તો સુઝાડશે.”
પણ તેને જૂઠું તે નહિ જ કહી શકાય,” સિપ્લાઇસે કહ્યું. પણ એટલામાં દિવસનું અજવાળું મે. મેડલીનના મોં ઉપર પડ્યું અને તે તરફ અચાનક નજર જતાં સિપ્લાઈસ બૂમ પાડી ઊઠી:
“ભલા ભગવાન! આપને શું થયું છે? આપના બધા વાળ તદ્દન ધોળા થઈ ગયા છે!”
શું?” એમ કહી, મોં. મેડલીને ડૉકટરના અરીસામાં નજર નાખી, અને પછી કહ્યું, “ હા, વાત એમ બની છે?”
આ શબ્દો તે જાણે બીજી બાબતને વિચાર કરતા હોય તેમ બેકાળજીથી બેલ્યા હતા, છતાં સિસ્ટર સિમ્પલાઇસ કોઈ અજાણ્યા અનિષ્ટની છાયા આ બધામાં જોઈને પૂજી ઊઠી.
“હું ફેન્ટાઇનને જોઈ શકું?” “આપ તેની બાળકીને તેડી મંગાવવાના નથી ?”
જરૂર; પરંતુ તેને હજુ ઓછામાં ઓછા બેત્રણ દિવસ થાય.”
“ત્યાં સુધી આપ તેને ન મળે તો? આપ હજુ નથી આવ્યા એમ જ તે જાણશે તે તેને શાંત રાખવી કદાચ શક્ય બનશે.”
મ. મેડલીન થેક ક્ષણ વિચારમાં પડયા; પણ પછી તેમની શાંત ગંભીર રીતે બોલ્યા, “ના સિસ્ટર, મારે તેને જોવી જ જોઈએ. હું કદાચ બહુ ઉતાવળમાં છું.”
સિપ્લાઇસનું ધ્યાન નગરપતિના “કદાચ’ શબ્દ તરફ ન ગયું, એ શબ્દમાં ઘણો વિશેષ અર્થ ભરેલો હતો. તેણે ધીમે અવાજે જવાબ આપ્યો:
“એમ હોય તો આપ અંદર જઈ શકો છો, જોકે તે ઊંઘમાં છે.”
ઍ. મેડલીન ઊંઘતી ફેન્ટાઇન સામે અને ઉપરના ક્રૂસ-ચિહન સામે વારાફરતી સ્થિર નજરે જોઈ રહ્યા. થોડી વારે ફેન્ટાઇને આંખ ઉઘાડી. શાંતિથી સ્મિત સાથે તેણે પૂછ્યું –
અને કૉસેટ?” તેને આનંદને કશો આંચકો લાગ્યો નહિ, કારણ કે તે પોતે આનંદમય બની ગઈ હતી. તેને એટલી ખાતરી હતી કે, કૉસેટ મે. મેડલીન સાથે હશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org