________________
લે મિઝેરાહ
જણે તેને ઓળખી બદલ તેની ઠેકડી
આવ્યો અને જીન વાલજીનના વહાણ ઉપરના સાથીદારોને એક પછી એક તેને ઓળખવા પાંજરામાં બોલાવવામાં આવ્યા. તે દરેક કાઢયો તથા પેાતાને ન ઓળખતો હોવાના ઢોંગ કરવા ઉડાડી.ચે પમેથ્યુ પેાતાના કહેવાતા જૂના દાસ્તાની ખાતરીભરી વાતો સાંભળી વધારે નવાઈ પામ્યા; તથા જીન વાલજીન એવા ભળતા જ નામથી પોતાની સાથેની દોસ્તી આ લાક શા માટે યાદ કરવા માગે છે, તે ન સમજાવાથી માથું ખંજવાળી, તે દરેકની સામે તાકી તાકીને જોવા લાગ્યો. તેમ તેમ તે દરેક જણ તથા સરકારી વકીલ, તેની એ ધીટતા બદલ, તેના ઉપર લ્યાનત
વરસાવવા લાગ્યા.
પણ તે જ વખતે અચાનક જજ સાહેબના ન્યાયાસન પાછળથી ઘેારમાંથી આવતા હોય તેવો અવાજ આવ્યા. જેમણે જેમણે તે અવાજ સાંભળ્યા, તેમને જાણે હૃદયના ઊંડાણ સુધી ટાઢ ચડી ગઈ.
“બ્રેવેટ, શેનીલડયુ અને કોશિપે, તમે મારી સામે જુએ જોઉં. ”
આ શબ્દોની સાથે જજની બેઠક પાછળથી એક માણસ ઊભા થઈને ન્યાયપીઠના કઠેરાને ઝાંપા ખાલી નીચે ઊતરી આવ્યા, અને સાક્ષીઓના પાંજરા પાસે જઈ ઊભા રહ્યો. અદાલતમાં એક પ્રકારે ધાંધલજેવું મચી ગયું, તથા શું બન્યું ? શું છે ?' એ જાતની ઇંતેજારી સૌના મોં ઉપર છવાઈ ગઈ.
6
માં. મેડલીને વહાણના પેલા ત્રણે કેદીઓને પૂછ્યું, “ તમે મને ઓળખી
66
શકતા નથી?”
*
ત્રણે જણા ચકિત થઈ જેઈ રહ્યા; તેમને કશી ઓળખાણ પડી નહિ. માં. મેડલીને જજસાહેબને સંબોધીને કહ્યું, “ ચેપમેથ્યુને છોડી મૂકો, અને મને કેદ પકડાવા. આપને જે માણસ જોઈએ છે, તે એ નથી હું જીત વાલજીન છું.”
બધાને શ્વાસ થંભી ગયા. સ્મશાનની નીરવતા અને ગંભીરતા સર્વત્ર છવાઈ રહી. કશું ગૂઢ અને ગંભીર બનવાનું હેાય અને એક પ્રકારની ધાર્મિક ઉત્કંઠાથી સૌ ઈંતેજાર બની રહે તેવા દેખાવ થઈ ગયા. જજ સાહેબના મુખ ઉપર ચિંતા અને સહાનુભૂતિની લાગણી સ્પષ્ટ તરવરી રહી. તેમણે સરકારી વકીલ તરફ ઉતાવળે નજર કરીને પછી પ્રેક્ષકો તરફ મે કરીને પૂછયું - અહીંયાં કોઈ દાક્તર હાજર છે?”
66
સરકારી વકીલે પણ જેમના નામથી બરાબર
Jain Education International
જૂરીને સંબોધીને જણાવ્યું કે, “ આપ સાહેબો પરિચિત હÃા તે માનવંત માં. મેડલીન, મ૦
For Private & Personal Use Only
www.jainelibrary.org