________________
અદાલતમાં આ સફરજનની ડાળી પણ હું વહેલી સવારે આવતો હતો ત્યારે આગલી રાતના સખત તોફાનમાં કદાચ તૂટીને રસ્તા ઉપર પડેલી હતી. હું કોઈની ભીંત કૂદીને તે માટે વાડામાં પેઠો નથી, કારણ કે, મને રોજ ખાવા મળ્યું હોય તેવું મારી આખી જિંદગીમાં ઘણુંખરું બન્યું નથી. એટલે પેટમાં ભૂખ હોય તે માટે હું અચાનક ચોરી કરવા જેવું કામ કરી બેસું, એ સંભવિત નથી. પૅરિસમાં હું લુહાર મહાજન બેલાને ત્યાં પૈડાંનું કામ કરતે હતે. ખુલ્લા આકાશ નીચે વાડાઓની અંદર એ કામ કરવાનું હોય છે. સારે માલિક હોય તે ઉપર છાપરું હોય. શિયાળે ખુલ્લામાં એવી ટાઢ વાય કે ગરમ લાવવા તમારા હાથ ઊંઝીને જ કામ કરવું પડે. પણ માલિકને એ વાત ગમતી નથી; કારણ કે એમાં વખત, બગડે છે. બહાર પથ્થરો વચ્ચે બરફ જામ્યો હોય તે વખતે લોઢાને પકડવું-મૂકવું એ બહુ કપરું કામ હોય છે. તેનાથી માણસ જલદી ઘસાઈ જાય છે. ચાલીસ વર્ષની ઉંમરે તે માણસ ખતમ થઈ જાય. મારી ઉંમર ોપન વર્ષની થઈ છતાં હું એ ધંધામાં રહ્યો હોવાથી મને સારો પગાર નહોતે મળત. રોજના ત્રીસ સૂ જ મળતા અને એટલું કમાવા દેવા માટે પણ મારો માલિક મારા ઉપર ઉપકાર ચડાવ અને હરહમેશ એ રકમ ઓછી કરવાનું જ વિચાર કરતે. મારે એક દીકરી હતી તે નદીએ કપડાં ધોવા જતી. એ પણ થોડું કમાતી અને અમારા બેનું ગમે તે રીતે નભી જતું. તેની વલે પણ બહુ બૂરી હતી. વરસાદ અને બરફના દિવસોમાં પણ આખે દિવસ કમર સુધી ટબમાં ડૂબેલા રહેવાનું, અને પવન તે છરીની પેઠે તમારા મોં ઉપર વાગતે હેય. પાણી ઠરી જાય તે પણ તમારે તો ધોવાનું પૂરું કરવું જ પડે; કારણ કે ઘણાની પાસે કપડાંની એક જ જડ હોય અને તે તેમને તે દિવસે સાંજે પહોંચી જવી જોઈએ નહિ તો ઘરાકી તૂટી જાય. પાટિયાં બરાબર જોડેલાં ન હોય એટલે પાણીનાં ટીપાં દરેક બાજુએથી તમારા ઉપર પડયાં જ કરે. તેનાં કપડાં પાણીથી ભીંજાયેલાં જ રહેતાં અને બિચારી આખે વખત હાડોહાડ ઘૂજ્યા કરતી. ઉપરાંત તે એક ધોબીખાનામાં પણ કામ કરતી. ત્યાં આજુબાજુ ભેંત હેય અને નળ સામે જોવાનું હોય એટલે પવન ઓછો લાગે. સાત વાગ્યે તે છેક થાકી જઈ ઘેર પાછી આવતી અને તરત સૂઈ જતી. તેને ધણી તેને મારપીટ બહુ કરતો. તે તો હવે મારી ગયા છે. મારી દીકરી બિચારી બહુ ભલી હતી. તે એક દિવસ નાચગાન જોવા બહાર ગઈ હોય એવું મને યાદ નથી.”
ચૅપમેશ્યને આ બધી વિગતો અને હકીકત કહેતો તરત અટકાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org