________________
અધિકારી વર્ગના માણસો માટે જ અનામત રાખેલી હોય છે, એટલી માહિતી પણ મોં. મેડલીનને મળી. તરત તેમણે પોતાનું નામ અને હોદ્દો લખીને એક ચિઠ્ઠી ચપરાસી મારફતે જજ સાહેબને પહોંચાડી. મીના નગરપતિનું નામ સારી પેઠે જાણીતું હતું, એટલે જજે તરત અતિ માનપૂર્વક તેમને અંદર “પધારવા વિનંતી કરી.
અદાલતનું કામ ચાલ્યું. જાવટે તો તે જ દિવસે પોતાને મથકે પાછા ફરવાનું હોઈ, તેની જુબાની પહેલેથી જ લખી લઈને તેને જવા દેવામાં આવ્યો હતે. બચાવપક્ષના અને સરકારી વકીલ વચ્ચે હવે સાઠમારી ચાલી. ભારે ભારે શબ્દો અને સિદ્ધાંતનો ઉલ્લેખ થયો. આરોપીને છેક જ નિર્દોષ તેમ જ એકદમ ઘોર અપરાધી. રીઢા ગુનેગાર તથા સમાજ અને તેની શાંતિને ખતરારૂપ વર્ણવવામાં આવ્યો.
બિચારો ચેપમેગ્યુ. પિતાને કારણે આ બે સદગૃહસ્થો જે તકલીફ લઈ રહ્યા હતા, તથા આખો અદાલતનો ઓરડો ભરીને બીજા પણ સરકારના પ્રતિનિધિઓ અને શિષ્ટ નાગરિકો હાજર રહી તેને જે મહત્ત્વ આપી રહ્યા હતા, તે જોઈ નવાઈ પામતે તથા આ બધું શા માટે કરવામાં આવે છે તે ન સમજો, દિમૂઢ બનીને ઊભો હતો. તેની આ દિમૂઢનાને જ સરકારી વકીલ એક પ્રકારની ચાલાકી ઠરાવવા પ્રયત્ન કરી રહ્યો હતોપરંતુ સાથે સાથે સૌને આશ્વાસન આપી રહ્યો હતો કે, ગુનેગારની એ બધી ચાલાકીએ ન્યાયના સ્પષ્ટ દર્શનને જરા પણ ઝાંખું ન કરે, તે જોવા પોતે તૈયાર ઊભો છે ! - મુકદ્દમો પૂરો કરવાનો સમય આવી લાગતાં જ જજે ચૅપમેશ્યને જે કહેવું હોય તે કહેવા જણાવ્યું. તેણે સરકારી વકીલને પિતાને જેવા તુચ્છ માણસમાં જે અસાધારણ રસ છે તે માટે નવાઈ વ્યક્ત કરીને જણાવ્યું કે, “તેઓ સાહેબ બહુ ચાલાક અને હોશિયાર માણસ લાગે છે, કારણ કે મારો જન્મ કયાં થયો છે તે ગામનું નામ, મને પોતાને ખબર ન હોવા છતાં, એ સાહેબ બરાબર જાણે છે. દરેક જણને જન્મવા માટે ગામમાં ઘર હોય એવું બહુ ઓછું બને છે, જોકે તેમ હોય તો બહુ સગવડ થાય ખરી. હું તો માનું છું કે, મારાં માબાપ રસ્તે રખડતાં માણસે જ હતાં; જોકે મને એની પણ પૂરી ખબર નથી. હું છોકરો હતો ત્યારે મને બધા “નાનો’ કહેતા અને હવે મને ‘સે' કહે છે. મને મારાં એ બે નામો જ ચોક્કસ ખબર છે. હું ફેવડમાં હતો એ વાત સાચી છે, પરંતુ વહાણમાં કેદી હેયા વિના શું એ ગામમાં કોઈ ગયું ન હોઈ શકે? મેં કશાની ચોરી કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org