________________
અદાલતમાં
!
અરસની અદાલત સાંજના છ વાગ્યે પૂરી થતી. મ. મેડલીન અરસ પહોંચ્યા ત્યારે આઠ વાગવા આવ્યા હતા. વીશીના આંગણામાં તેમની ગાડી દાખલ થઈ, ત્યારે તેમના હદયમાં એક પ્રકારને આનંદ વ્યાપી રહ્યો હતો : તે તે શક્ય તેટલી ઉતાવળે દોડી આવ્યા હતા, પણ તેમના હાથ બહારનાં કારણથી તે ચૅપમેગ્યુને બચાવી શકે તેટલા વહેલા આવી ન શક્યા, તેમાં તેનો વાંક ?
વીશીવાળાએ આવીને પૂછયું – “આપ અહીં રાતવાસે કરશોને, સાહેબ?”
ના.” “તબેલાવાળ કહે છે કે, આપનો ઘોડે છેક જ થાકી ગયો છે.” “કાલે સવારે તે ઊપડી નહિ શકે?”
ના જી; તેને ઓછામાં ઓછા બે દિવસ થાક ખાવા જોઈશે.” “ટપાલ-ગારીની કચેરી પણ આ જ મકાનમાં છે ને?” “હા, જી.”
તપાસ કરતાં જણાવ્યું કે, ટપાલ-ગાડી મ૦ તરફ જવા રાતે બરાબર એક વાગ્યે ઊપડતી હતી, અને તેમાં એક જ બેઠક ખાલી હતી. મે. મેડલીને તે એક બેઠક માટે પૈસા ભરી દીધા અને પછી પોતે સહેજ ટહેલવા શહેર તરફ નીકળ્યા. રસ્તામાં તેમને અદાલત તરફ જનાર એક સાથીદાર મળી ગયો. વાત દરમ્યાન તેણે કહ્યું કે, છ વાગ્યે અદાલતનું કામ પૂરું થાય છે; એટલે આપ જો અદાલત જોવા આવ્યા છે, તે આપને કદાચ બીજો દિવસ રોકાવું પડશે. એટલામાં અદાલતનું મકાન આવી પહોંચતાં જ તે બોલી ઊઠયો, “ વાહ, નસીબદાર છો સાહેબ! જુઓને, બધા દીવા સળગે છે, એટલે અદાલત આજે કાંઈ લાંબા સમય બેસવાની હોય એમ લાગે છે.”
અદાલતમાં એક મુકદ્દમે પૂરો થયો હતો, અને બીજો મુકદ્દે આજે જ હાથ ઉપર લેવાવાને હ; એટલે બે કલાકની છૂટી પડી હતી. બહાર ઊભેલા બારિસ્ટોમાંથી એકને પૂછતાં જણાયું કે, જીન વાલજીન નામના રીઢા ગુનેગારને મુક જ હવે હાથ ઉપર લેવાવાનો હતો. અદાલતને એરડો પ્રેક્ષકોથી આજે અસાધારણ રીતે ચિકાર હતે. જજ સાહેબના ન્યાયાસનની પાછળ એકાદ બે બેઠક હજુ ખાલી હતી, પણ તે તે જાહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org