________________
લે મિરાન્ડ ભલા છે! હું લાંબો વખત કાઢવાની નથી એ જાણી, તે જાતે જ મારી કૉસેટને લઈ આવવા ગયા છે.”
સિપ્લાઈસે તેને શાંતિથી સૂઈ રહેવા કહ્યું. ફેન્ટાઈન કેટલીય વાતે બોલવા લાગી. કૉસેટની જ વાતો : કેટલી બધી નાની હતી ત્યારથી તેને પારકાના હાથમાં સોંપવી પડી છે; છતાં તે જરૂર મને ઓળખશે; તે હંમેશ મને યાદ કરતી હશે; તે બહુ વહાલી છોકરી છે. તમને સૌને પણ તે જરૂર ગમશે. હું તેને મારા આ ઓરડામાં જ સાથે ન રાખી શકું? જુઓને, આ તરફ તેની ટચૂકડી પથારી મૂકી શકાય તેટલી જગા છે, વગેરે
વગેરે.
- રાતે સાત અને આઠની વચ્ચે જ્યારે ડૉકટર આવ્યો, ત્યારે તે લગભગ બીજા જ કશાની આશા રાખીને આવ્યો હતો. તેણે ધીમેથી પડદો ઊંચક્યો. ફેન્ટાઇન તરત બોલી ઊઠી, “ડૉકટર સાહેબ, હું હવે સાજી થઈ ગઈ છું. કૉસેટ કાલે આવે છે!” ' ડૉકટરને પણ તેની સ્થિતિ જોઈને નવાઈ લાગી. સિપ્લાઈસે ધીમેથી ડૉકટરને નગરપતિ બહાર ગયાની, અને તે કૉસેટને લેવા ગયા છે એવું ફેન્ટાઇને માની લીધાની વાત કહી. “જોકે, નગરપતિ કયાં ગયા છે તેની કોઈને ખબર નથી; અને બીજે દિવસે તે આવશે જ કે કેમ, તથા કૉસેટને સાથે લાવશે જ કે કેમ તે કોણ કહી શકે?” ડૉકટરે જવાબમાં એટલું જ કહ્યું, “આજે ફેન્ટાઇનની સ્થિતિ એટલી બધી સારી છે કે, નગરપતિ ખરેખર કાલે કૉસેટને લઈને આવે, તો શું થાય તે હું કહી શકતું નથી. એવા દાખલા જાણમાં છે કે, જ્યારે છેવટની હદે પહોંચેલા રોગનું જોર પણ અતિ આનંદના આવેગથી હઠી ગયું હોય. આપણે કદાચ ફેન્ટાઇનને બચાવી શકીએ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org