________________
કેસેટ કાલે આવે છે! પાંચને ટકરે તે બબ, હું કાલે તે જવાની છું, છતાં તે હજુ આવતા નથી, એ સારું કહેવાય?” સિપ્લાઈસને પણ નગરપતિને આવતાં આજે થયેલી વારથી વિચિત્ર લાગ્યું. તેણે મૂંઝાઈને એક કરીને મોં. મેડલીન કચેરીએથી આવ્યા છે કે નહિ તે જાણવા મોકલી. થોડી જ વારમાં તે પાછી આવી અને સિપ્લાઇસના કાનમાં ધીમેથી આ માહિતી બોલી ગઈ : નગરપતિ સાહેબ આજે વહેલી સવારના જ ડમણીમાં બેસી એકલા બહારગામ ચાલ્યા ગયા છે. તેમણે પોતાની નોકરીને માત્ર એટલું જ કહ્યું છે કે, આજે રાત્રે તેમની રાહ ન જોવી.
ફેન્ટાઇન કશા વિચારમાં પડી હતી. તેણે આ બે જણને આમ ગુસપુસ કરતાં સાંભળી તરત પૂછયું, “તમે નગરપતિ સાહેબની જ વાત કરો ને ? તે શું કરે છે? આજે હજુ કેમ આવતા નથી?”
તેનો અવાજ એ માટે તથા ફાટેલે હતું કે, બંને સ્ત્રીઓ ચમકીને એકીસાથે તેના તરફ વળી. .
“જવાબ આપો !” ફેન્ટાઈને ચીસ પાડી. નેકરડી તેતડાતે અવાજે બોલી – “તેમની નોકરડીએ કહ્યું કે, તે આજે અહીં આવી શકે તેમ નથી.”
“પણ તે કેમ આવી શકે તેમ નથી? તમે જાણો છો, અને હમણાં ગુસપુસ કરતાં હતાં; બેલો, તે કયાં ગયા છે?”
નોકરડીએ સિપ્પાઇસના કાનમાં કહ્યું, “એને કહી દે ને કે આજે મ્યુનિસિપાલિટીની સભા છે, તેમાં તે રોકાયેલા છે.”
સિસ્ટર સિપ્લાઇસના મોં ઉપર રંગ ચડી આવ્યો. એ તો છેક જ જૂઠું કહ્યું કહેવાય. પરંતુ સાચું કહેવાથી ફેન્ટાઇનની અત્યારની કથળેલી સ્થિતિમાં શુંનું શું થઈ બેસે તે પણ કોણ જાણે? સિપ્લાઇસે થોડી વાર દરદી ઉપર નજર સ્થિર કરીને કહ્યું, “ નગરપતિ સાહેબ બહારગામ ગયા છે.” - ફેન્ટાઈન એકદમ બેઠી થઈ ગઈ. તેની આંખો ચમકી ઊઠી; અને એક પ્રકારના આનંદને આભાસ તેના આખા મેં ઉપર છવાઈ ગયો. તે બોલી, “જરૂર તે કૉસેટને લઈ આવવા જાતે ગયા છે!”
તેણે પોતાના બે હાથ આકાશ તરફ ઊંચા ક્ય. તેના હોઠ હાલી 'ઊયા; તે કંઈક પ્રાર્થના કરતી હતી. થોડી વાર પછી તે બોલી, “બહેન, હવે હું તમે જેમ કહેશો તેમ કરીશ, અને શાંતિથી સૂઈ રહીશ. હું હમણાં જરા ગાંડી થઈ ગઈ હતી, તથા તમને ધમકાવવા લાગી હતી. મને ક્ષમા કરો. હવે બહુ ગભરાઈ જાઉં છું; પણ નગરપતિ સાહેબ કેટલા બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org