________________
હૈ મિઝરાબ્વ
માં. મેડલીને આમાં પણ ઈશ્વરને જ હાથ જોયા. પેાતે તા ચે પમેથ્યુને બચાવવા બનતી ઉતાવળે અર્રાસ પહોંચવા પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરની જ મરજી તેવી નથી! પણ એટલામાં આ બધી ધમાલની ખબર પડતાં ગામને ખૂણેથી એક સ્ત્રી દાઢતી ત્યાં આવી પહોંચી. તેના વાડામાં એક જૂનું ડમણિયું હતું ~~ જો સાહેબને જોઈતું હોય તે !
સ
માં. મેડલીનનું માં પડી ગયું. પણ તરત પૈસા ઠરાવી, તેના ડણિયાને પોતાને ઘેાડો જોડી તે આગળ ચાલ્યા.
.
'
પરંતુ આ જૂના અને વજનદાર ડમણિયાથી ઘેાડ થાકી ગયો, અને અર્રસ પંદરેક માઈલ દૂર રહ્યું ત્યારે તે તેની ગતિ ‘ દોડ ’ માંથી ‘ ચાલ ’ જેટલી જ બની રહી. એટલે પાસેના ટી૦ શહેરમાંથી બીજો મજબૂત ઘોડો બદલી તે આગળ ચાલ્યા. રસ્તામાં પસાર થતાં વૃક્ષા, ખેતરો વગેરે સૌ તેમને જાણે પહેલી અને છેલ્લી વાર નજરે પડતાં હોય તેમ વધુ ગાઢાં બની તેમની આંખને ઘેરી વળવા લાગ્યાં તેમના મનની જેમ બહાર પણ હવે ધૂંધળા અગમ્ય અંધકાર ઊતરવા લાગ્યા હતા.
દરમ્યાન, આ તરફ ફેન્ટાઇનની સ્થિતિ વણસતી ચાલી હતી. પાછલ આખી રાત તેને ઊંઘ આવી ન હતી, અને સખત ઉધરસ ચડી હતી. તેને તાવ પણ સનેપાતમાં ફેરવાઈ જવા લાગ્યા હતા. સવારમાં ડૉકટર આવ્યા ત્યારે તે તે લવરીએ ચડી ચૂકી હતી.
માં. મેડલીન આવે કે તરત જ પોતાને ફરી બોલાવવાની સૂચના આપી, ડૉકટર ચાલતા થયા. ફેન્ટાઇન થોડી થોડી વારે હાશમાં આવતાં મોં, મેડલીન આવ્યા કે નહિ એટલું જ પૂછતી હતી.
બપારે ડૉકટર ફરીથી આવ્યો, અને દવા લખી આપીને માથું ધુણાવતા ચાલ્યા ગયા. માં. મેડલીન રોજ ત્રણ વાગ્યે બરાબર આવતા. અઢી વાગતામાં ફેન્ટાઇનની અમૂંઝણ વધતી ચાલી, અને અર્ધા કલાકમાં દશ વખત તેણે પૂછ્યું કે કેટલા વાગ્યા છે ? ત્રણના ટકોરા પડતાં જ તે અચાનક બેઠી થઈ ગઈ અને ફાટેલી આંખે બારણા તરફ તાકી રહી. તેનામાં હાલવાની પણ શક્તિ ન હતી તેને બદલે તેને આટલું બધું જોર કરીને પેાતાની મેળે બેઠી થયેલી જોઈ, સિમ્પ્લાઇસ પણ ચિકત થઈ ગઈ. પાએક કલાક આમ બેઠા પછી એક ઊંડો નિસાસો નાખી તે એકદમ પાછી ગબડી પડી. પછી તે દરેક ટકોરાએ તે આમ જ બેઠી થતી અને કશું બાલ્યા વિના બારણા તરફ જ તાકી રહેતી. તેના હાઠ ભૂરો રંગ પકડતા જતા હતા, અને તેનું આ બધું જોર આખર વખતનું જોર હ, એ વાત કોઈને સમજવી બાકી ન રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org