________________
૩૧૮
લે જિરાફ છે, તંદુરસ્તી છે, આનંદ છે, કાળા વાળનું જંગલ છે, ત્યારે મારા માથા ઉપર ધોળા વાળનો ટુકડો પણ રહ્યો નથી. મારી યાદદાસ્ત પણ હવે ઓછી થવા લાગી છે. શેરીઓનાં નામ બાબત હું હંમેશાં ભૂલ કરું છું. પણ તમારે તે સૂર્યના પ્રકાશભર્યું આખું ભવિષ્ય નજર સામે છે. તમે કદાચ પ્રેમમાં પડ્યા હશે. મને હવે કોઈ પ્રેમ નથી કરતું. હું તમારું અભિનંદન કરું છું, મહાશય, તમે જુવાનિયાએ ખરી મજાક કરી શકો છો.”
પછી કઠોર અવાજે ગુસ્સામાં ડોસાએ પૂછ્યું – “ઠીક પણ, તારે શું જોઈએ છે?”
મહાશય, હું જાણું છું કે મારી હાજરી આપને અણગમો ઉપજાવે છે; પણ હું આપની પાસે એક વસ્તુ માગવા આવ્યો છું, પછી હું તરત જ ચાલ્યો જઈશ.”
તું ગધેડે છે! તને ચાલ્યા જવાનું કેણ કહે છે?”
આ શબ્દો તેમના હૃદયમાંનાં નીચેનાં વાક્યોના જીનર્મી ભાષાંતરરૂપે નીકળ્યા હતા – “ચાલ, હમણાં જ મારી માફી માગી લે! અને મારે ગળે વળગી પડ!” ડોસાને હવે ખાતરી થવા લાગી હતી કે, પોતે આપેલા ગુસ્સાભર્યા ઠંડા આવકારથી ત્રાસીને મેરિયસ તરત જ પાછો ચાલ્યો જવા માગે છે, અને તેમની મૂંઝવણ વિશેષ વધી ગઈ. મેરિયસ સમજતો કેમ નથી?
તું મારું ઘર છોડી ચાલ્યો ગયો એમ ! તારા દાદાને, તારી માસીને છોડીને કણ જાણે ક્યાં નું રહેવા ગયો છે? જુવાન માણસને એકલા રહેવું જ ગમેને? ગમે ત્યારે ઘેર પાછા અવાય, બારીબારણાં ભંગાય, જુવાન સ્ત્રીઓનાં હદય ભાંગી શકાય, મજા કરી શકાય. ચાર ચાર વરસ થયાં તું જીવતે છે એમ કહેવા પણ મારી પાસે આવ્યો છે? કેટલાંય દેવાં કર્યો હશે, પણ તે બધાં ચૂકવવાનું કહેવા પણ પાસે ફરક્યો છે? અને આટલે વરસે આવીને તારે આ જ કહેવાનું છે?”
પણ દહિત્રને ઢીલો પાડવાની સાની આ ભયંકર રીતથી મેરિયસ ઊલટે ચૂપ જ થઈ ગયો. ડસા હવે અદબ વાળીને તુચ્છકારભર્યા અવાજે બોલ્યા –
“ચાલ હવે ટૂંક કર. તું કશુંક માગવા મારી પાસે આવ્યો છેને? બોલ, શું જોઈએ છે?”
“મહાશય,” મેરિયસ હવે જાણે ઊંડી ખીણમાં પડવાને થયા હોય તેવી નજર કરીને બોલ્યો, “હું પરણવા માટે આપની પરવાનગી લેવા આવ્યો છું.”
એમ તું પરણવા માગે છે? એકવીસ વર્ષની ઉમરે? તે ગઠવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org