________________
તે કદી પાછા નહિ આવે! પણ દીધું છે? અને હવે માત્ર પરવાનગી માગવાને શિષ્ટાચાર જ કરવા આવ્યો છે? એમ, ઠીક મહાશય, આપ કોને પરણવા માગો છો, એ પ્રશ્ન હું પૂછી શકું?”
પરંતુ મેરિયસ જવાબ આપે તે પહેલાં સે બોલી ઊઠયો –
“ઠીક, એને અર્થ આપશ્રી સ્વતંત્ર આવક કરતા થઈ ગયા છે. વારુ, તમે તમારા વકીલાતના ધંધામાં શું કમાઓ છો વારુ?”
“કાંઈ જ નહિ.” મેરિયસ મરણિયો થઈ બોલી પડ્યો.
“એટલે કે, દર છ મહિને હું મોકલું છું તે છ કૂક ઉપર જ આપ મહેરબાન જીવે છે, એમને?” મેરિયસે પહેલે જ હપતે માસીએ મેકલેલા છસો ફ્રોક પાછા વાળ્યા હતાઅને માસીએ માં. જીવેર્મન્ડને એ વાત એથી નહતી કરી કે એ સાંભળીને પેસા એ “બિચારા' ઉપર નાહક વધુ ગુસ્સે થશે.
મેરિયસે એ વાતને કશો જવાબ ન આપ્યો; એટલે ડોસા કહેવા લાગ્યા, “તો પછી એ છોકરી તાલેવંત હશે, એમ મારે સમજવું?”
“મારા જેવી જ ગરીબ છે.” “શું કશે જ દહેજ લઈને નહિ આવે?” “ના.” “ભવિષ્યમાં મળવાની કઈ આશા છે?” “હું જાણું છું ત્યાં સુધી નથી.” “તેનું નામ?” “શ્રીમતી કોશ.” ફેશવૉટ?” ફેશલ.” “છટ.” “મહાશય!.મેરિયસ બેલી ઊઠયો.
“અર્થાત્ એકવીસ વર્ષની ઉંમર, ધંધો કંઈ નહિ, બાર મહિને બારસો ક્રાંકની આવક! એટલે કે તારી બૈરી – ના, ના - મૅડમ દ બૅરનેસ પિન્ટમર્સ બે સૂરની ભાજી ખરીદવા થેલી લઈને શાકમારકીટમાં રખડશે, એ જ ને?”
હવે મેરિયસ લગભગ હતાશ થઈને જીવ ઉપર આવી જઈ બોલ્યો, “મહાશય, હું આપને પગે પડીને – હાથ જોડીને વિનંતી કરું છું – આજીજી કરું છું કે મને તેની સાથે પરણવા દે.”
ડસે તીખું હસીને બોલ્યો – “હા, હા, હા! તો હું શું એમ માનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org