________________
જખમી કે સ્વર્ગમાં જીન વાલજીને ગભરાઈને કૉસેટના કાનમાં કહ્યું, “કોસેટ, બેટા?”
કૉસેટની આંખે ન ઊઘડી. જીન વાલજીને તેને જોરથી ઢઢળી; પણ તે જાગી નહિ.
“અરે, મારી ગઈ કે શું?” એવો વિચાર આવતાં જ તે માથાથી નખ સુધી ધ્રુજતો જતો ઊભો થઈ ગયો.
તેના મનમાં હજારો વિચારો ઘૂમી વળ્યા. આવી ઠંડી રાતે ખુલ્લામાં સૂવાથી નબળી બાળકી મરી જાય એમાં નવાઈ નહિ, તેણે કૉસેટના શ્વાસે
ચ્છવાસને ધબકાર સાંભળવા પ્રયત્ન કર્યો. શ્વાસ ચાલતો હતો, પણ એટલે ધીમે કે ગમે તે મિનિટે તે સદંતર બંધ થઈ જાય !
પાએક કલાકની અંદર અંદર જ કૉસેટને પથારી અને અગ્નિને તાપ ન મળે, તે તે ભાગ્યે જ બચી શકે.
જીન વાલજીન બાગમાં ફરતા પેલા માણસ તરફ સીધો દોડ્યો. તેણે પોતાના ખીસામાંથી પડીકામાં વીંટેલી ચાંદીના સિક્કાની થપ્પી કાઢી. પેલો માણસ નીચે જેતે હોવાથી તેને આવતો દેખી શકયો નહિ. થોડા કૂદકામાં જ જીન વાલજીને તેને પડખે જઈને ઊભો રહ્યો અને બેલ્યો, “સો ક્રાંક
રોકડા !”
પેલે ચમકીને તેના તરફ ફાટી આંખે જોઈ જ રહ્યો.
સે ફ્રાંક રોકડા, જે તું મને એક રાત તારા મકાનમાં આશરો આપે તો.” જીન વાલજીને કહ્યું.
જીન વાલજીનને મૂંઝાયેલો ચહેરો ચંદ્રના પ્રકાશમાં બરાબર દેખાતા હતા. “ઓત્તારી, આ તો મેડલીન બાપુ!” પેલે બોલી ઊઠયો.
આવી વિચિત્ર જગાએ આ વિચિત્ર માણસને મોંએ અંધારામાં એ નામ બોલાયેલું સાંભળી જીન વાલજીન બે ડગલાં પાછો હટી ગયો, કારણ કે, તેને એ સિવાય જ બીજું ગમે તે સાંભળવાની આશા હતી.
પેલો લંગડો માણસ તે તરત જ નમન કરવાની ઢબે પિતાની ટોપી માથેથી ઉતારી અવાજમાં થડકારા સાથે બોલવા લાગ્યો –
ભલા ભગવાન, તમે અહીં શી રીતે આવી શકયા, મેડલીન બાપુ? તમે ખરેખર આકાશમાંથી જ ઊતરી આવ્યા હોવા જોઈએ. પણ તમારા દીદાર તો જુઓ! તમારો કોટ કયાં? ટોપ ક્યાં? તમને ઓળખતે ન હોય તે તો તમને દેખીને છળી જ મરે. કોટ વિના જ અને તે તમે? દેવ પણ બધા ગાંડા થઈ ગયા છે કે શું? પણ તમે અહીં આવ્યા શી રીતે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org