________________
લે ભિંડેરાળ્યું હૃદયમાં એક કારમી બીક ફરી વળી; અને તે પાછું પણ જોયા વિના સીધા પેલા ખંડેર તરફ નાઠો.
પૅરિસ શહેરની વચ્ચે આવું દૃશ્ય નજરે પડવાની કલ્પના પણ શી રીતે આવે? ઠંડી, ચિંતા, બીક અને રાતની ભયાનકતા એ બધાંથી જીન વાલજીનના આખા શરીરે જાણે તાવ ભરાઈ આવ્યો. તે કોસેટ પાસે ગયો; એ એક પથ્થર ઉપર માથું ટેકવી ઊંધી ગઈ હતી. તેની નજીક તે બેઠો, અને તેના તરફ જોવા લાગ્યો. ધીમે ધીમે તેના તરફ જોતાં જોતાં તે શાંત પડ્યો અને તેનું મન કાંઈક સ્થિર થયું.
તેને પહેલી વાર એ સત્ય સમજાઈ ગયું કે, કૉસેટ તેની સાથે હશે ત્યાં સુધી તેને બીજા કશા ટેકાની જરૂર નહિ રહે. તેણે પોતાને કોટ ઉતારી નાખ્યો હતે, છતાં તેને ઠંડી પણ લાગતી ન હતી – કારણ કે, તે કોટ કૉસેટને ઠંડીથી બચાવી રહ્યો હતો! માને પિતાના સંતાનને કે આધાર અને હૂંફ હોય છે, તેને પ્રત્યક્ષ પરિચય તેને અહીં પહેલ-પ્રથમ થશે.
તે ત્યાં વિચારમગ્ન દશામાં પડ્યો હતો, તેવામાં ઘરો રણકતે હોય એવો અવાજ તેના સાંભળવામાં આવ્યો. એ અવાજ બગીચામાં જ ક્યાંકથી આવતા હતા. થોડી વાર પછી એ અવાજ જાણે પાસે આવતું હોય તેમ પણ તેને લાગવા માંડ્યું. તેણે તરત ડોક ઊંચી કરીને જોયું. તે બાગમાં માણસ જેવું કઈ પ્રાણી તરબૂચના ક્યારામાં ફરતું હતું. તે નીચે નમતું હતું, વળી ઊભું થતું હતું, વળી આગળ ચાલતું હતું. તે એક પગે ખેડંગનું હોય, એમ પણ તેને લાગ્યું. જીન વાલજીન ચમકીને જોઈ રહ્યો.
થોડા વખત ઉપર બાગ છેક જ નિર્જન હતો તેથી તે બન્યો હતો; અને હવે તેમાં કોઈ છે એમ જાણીને તે બીવા લાગ્યું. તેને લાગ્યું કે, જાવર્ટ અને તેના માણસો હજી શેરીમાં જ હશે, અથવા તો પાછળ ચોકીપહેરો મૂકીને જ ગયા હશે. એટલે જરૂર આ માણસ મને અહીં સંતાયેલો જોઈ બૂમાબૂમ કરી મૂકશે અને પોલીસના હાથમાં સોંપી દેશે! તેણે ઊંઘતી કૉસેટને પોતાના હાથમાં ધીમેથી ઉપાડી અને ઢાળિયામાં અંદરને ખૂણે પડેલા જૂના ભંગારની પાછળ મૂકી દીધી. કોસેટ જરાય હાલી નહિ. તે જગાએથી જ તરબૂચના કયારા
ઓમાં ફરતા પેલા માણસની હિલચાલ જીન વાલજીને તપાસવા માંડી. નવાઈની વાત એ હતી કે એ માણસ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં ઘુઘરાનો અવાજ પણ જ. આ ઘૂઘરો બાંધેલે માણસ કોણ હશે, એવો પ્રશ્ન પિતાના મનમાં પૂછતાં પૂછતાં તેણે કૉસેટના હાથ ઉપર હાથ ફેરવ્યો - તે કોસેટને હાથ બરફ જે ઠંડો પડી ગયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org