________________
<<
દોજખમાં કે સ્વગમાં ?
ઊંઘ આવે છે, બેટા ? ” તેણે પૂછ્યું.
""
“બાપુ મને બહુ ટાઢ વાય છે. થોડી વાર પછી તેણે ઉમેર્યું,
હજી તે ત્યાં છે?”
“ કોણ ?”
66
· મેનારડિયા બાનુ.”
કૉસેટને ચૂપ રાખવા જીન વાલજીને જે ઉપાય લીધા હતા તેની વાત તે ભૂલી ગયા હતેા.
66
૧૪૫
""
હા, એ તો હવે ચાલી ગઈ છે; હવે તારે બીવાની જરૂર નથી, મા. છાતી ઉપરથી જાણે મેટું વજન ખસી ગયું હોય તેમ બાળકે નિ:શ્વાસ
નાખ્યો.
66
જમીન ભેજવાળી હતી, અને ઢાળિયું બધી બાજુથી ખુલ્લું હોવાથી પવન દર ક્ષણે વધુ ને વધુ બટકાં ભરતા જતા હતા, જીન વાલજીને પોતાના કાટ ઉતારી કૉસેટને તેમાં લપેટી લીધી
66
હવે ટાઢ ઓછી થઈ, મા?”
હા, બાપુ.”
..
""
તું જરા બેસ, હું હમણાં જ આવું છું.
એમ કહીને તે ખંડેરની બહાર નીકળ્યા, અને બાગની સામે પાર દેખાતા મેાટા મકાનની ભીંત ભીંતે જોવા લાગ્યા કે પવન વિનાની કોઈ આડ મળે તેમ છે કે નહિ. બધાં બારણાં બંધ હતાં; અને ભાંયતળની બધી બારીએ સળિયા હતા. એક ખૂણે વળતાં તેને કેટલીક કમાનબંધ બારીએ દેખાઈ; દીવાનું ઝાંખું અજવાળું ત્યાંથી નીકળતું હતું. પગને ટેરવે ઊભા રહી તેણે એક બારીમાં ડોકિયું કરીને જોયું તે આખા ઓરડા ફરસબંધીવાળા હતા, ખૂણામાં નાના દીવા ટમટમતા હતા, અને તેના પ્રકાશમાં લાંબા લાંબા ઓળા પડતા હતા. ઓરડામાં બીજું કશું હલનચલન દેખાતું ન હતું. લાંબા વખત જોઈ રહ્યા બાદ તેણે જમીન ઉપર લાંબી પડેલી એક મનુષ્યાકૃતિ જોઈ. તે આકૃતિનું માં ફરસબંધી તરફ હતું, અને તેના હાથ ક્રૂસના આકારે વાળેલા હતા. પણ તે પથ્થર જેવી સ્થિર પડેલી હતી. સાપ જેવું કશું તેની પાસે ગૂંચળાં વળીને પડેલું હતું. તે તરફ જોતાં જીન વાલજીનને જણાયું કે એ દોરડું હતું અને તેના એક છેડા પેલી આકૃતિના ગળામાં બાંધેલા હતા. જીન વાલજીન બૂજી ઊઠયો; છતાં પેલી આકૃતિ હાલે છે કે નહિ તે જોવા તેણે પેાતાનું માં બારીના કાચ ઉપર દબાવી રાખ્યું. અચાનક તેના લેમિ૦ – ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org