________________
૩૦ દેખમાં કે સ્વર્ગમાં? . જીન વાલજીને સૌ પ્રથમ પોતાના બૂટ અને મેજખેળી કાઢચા; ત્યાર બાદ તે એ છાપરા નીચેનું ખંડેર જોઈ વળે. કોઈ માણસને વસવાટ ત્યાં ન હતું. એક મોટા બગીચાના ખૂણા ઉપર એ બાંધકામ જીર્ણાવસ્થામાં પડેલું હતું. જીન વાલજીન કૉસેટને લઈને તેમાં કાંઈક આડ જેવું ખેળીને ભરાઈ ગયે; નાસતે માણસ કદી પિતાને સંપૂર્ણ સહીસલામત માની શકતો નથી. વંઢાની પેલે પારથી અવર્ટ અને તેનાં માણસોની ધડધામને અવાજ સંભળાતે હતે. પાએક કલાક બાદ એ બધું બુમરાણ અને ધમાધમ શાંત થવા લાગ્યાં. જીન વાલજીને હવે નિરાંતને શ્વાસ લીધો. અજાણતાં તેણે કૉસેટના મોં ઉપર અત્યાર સુધી પોતાને હાથ ધીમેથી દાબી રાખ્યો હતો, તે હવે તેણે ખસેડી લીધે, ચારે તરફ ઘેરી શાંતિ છવાયેલી હતી. બહારની આટઆટલી ધમાધમને એ શાંતિ ઉપર એક ઘસરકો સરખે પણ પડયો નહોતો. બાગને છેડો જ્યાં દૂર અંધારામાં અલોપ થતો હતો, ત્યાં કિનારી ઉપર કેટલાંક મકાનના ઓળા દેખાતા હતા, પણ તે મકાનેય જાણે મોટા બુરખા ઓઢીને નીચે મોંએ સ્થિર બેઠાં હોય એવાં લાગતાં હતાં. પ્રકાશનું એક કિરણ કે અવાજને નાને સરખો રણકો પણ ક્યાંથી બહાર નીકળતાં ન હતાં.
એટલામાં અચાનક એક તરફથી દિવ્ય ગીતબદ્ધ સૂરોનું એક મોજું આ તરફ ધસી આવ્યું. એ સૂર સ્ત્રીઓના કંઠના હતા; પણ કુમારિકાઓની પવિત્ર નિર્માતા અને બાળકોની નિર્દોષ મધુરતા તેમાં ભરેલી હતી. એ સૂર હર્લોકિક ન હતા : જન્મતી વખતે બાળકને અને મરતી વખતે માણસને જે દિવ્ય સંગીત સંભળાય, તે જાતના તે સૂર હતા.
એ અવાજોની અસર હેઠળ જીન વાલજીનનું અંતર એકદમ શાંત થઈ ગયું; અને તેની નજરે આકાશ સિવાય કશું દેખાવા ન લાગ્યું. માનવ અંતરનાં જે દ્વાર ભિડાયેલો હોય છે, તે જાણે એને ખૂલી જતાં લાગ્યાં. એ સૂર કયાં સુધી ચાલ્યા કર્યો તેને તેને કશો ખ્યાલ રહ્યો નહિ: જ્યારે તે સભાન બન્યો ત્યારે મધરાત પછી ફૂકા પવન શરૂ થઈ ગયો હતે – અર્થાત્ સવારના એક કે બે વાગ્યા હશે. કૉસેટ કશું બોલ્યા વિના પોતાનું મા તેને ટેકે ઢાળી દઈને બેઠેલી હતી. જીન વાલજીનને લાગ્યું કે તે ઊંઘીગઈ છે; પણ નીચું વળીને જોતાં તે ચોંકી ઊઠ્યો – કૉસેટની આંખે ફાટેલી હતી અને તે આખે શરીરે જતી હતી.
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org