________________
માત્ર બે લાખ સંક
૨૫૩ પેલાએ છેવટે તેમને એક જ માત કરવામાં ફાવ્યા, અને જોક્વંટની સૂચનાથી તેમણે દોરડા વડે તેમને ખાટલાના પાયા સાથે જકડીને બાંધી દીધા.
પછી જે માણસ એરડા વચ્ચે ચત્તોપાટ ગબડીને પડ્યો હતો, તેના તરફ જોઈ જોર્જેટ બોલ્યો, “બુલાદુલ મરી ગયો કે શું?”
“ના” બ્રિગેને જવાબ આપ્યો. “એ અત્યારે પીધેલે છે.”
એને એક ખૂણામાં ધકેલી દો.” નારડિયરે કહ્યું. બે મેંશવાળાઓ તેને એક ખૂણામાં ખેંચી ગયા.
“બૅબેટ, તું આટલા બધાને શા માટે પકડી લાવ્યો? શી જરૂર હતી?”
“લે વળી, એ બધાયને આ જલસામાં સામેલ થવું હતું. આજકાલ મોસમ ઠંડી છે; કાંઈ ખાસ કામ હોતું નથી.”
માત્ર બે લાખ ફ્રાંક જ્યારે છેલ્લી ગાંઠ બંધાઈ રહી, ત્યારે નારડિયર એક ખુરશીને પાસે ખેંચી લાવી મ. બ્લાન્ક સામે બેઠો અને તેમને સંબોધીને બોલ્યો :
મર, આપે બારીમાંથી કૂદી જવા પ્રયત્ન કર્યો એ ભૂલ કરી. કદાચ આપને પગ ભાંગી ગયો હોત. પણ હવે આપણે જરા શાંતિથી વાત કરી લઈએ. હું જરા જવદી આકળો થઈ ગયો, પણ તેનું કાંઈ નહિ. પરંતુ એક વાતની મને નવાઈ લાગી છે તે એ કે, અત્યાર સુધીમાં આપે સહેજે બુમરાણ કરવા પ્રયત્ન નથી કર્યો. અલબત્ત, આ એરી એવી જગ્યાએ આવેલી છે કે અહીં એક તપ કેડી હોય તે પણ પાસેની ચોકીએ તે કોઈનું નસકોરું ઘરનું હોય એવું જ સંભળાય. આપે સહેજે બૂમ ન પાડી તે બદલ હું આપને ધન્યવાદ આપું છું. પરંતુ એમાંથી હું એટલે નતીજો તારવું છું કે, આપને પણ પોલીસેથી છુપાવાની અમારા જેટલી જ ગરજ છે. કારણ કે બૂમ પાડવાથી કોણ આવે? પોલીસ ! અને પોલીસની પાછળ શું હોય? ન્યાય. આપે પણ બા ન પાડી, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org