________________
૨૫૨
લે મિઝેરાગ્લ ઇતિહાસની વાત છે. એ સેનાપતિએ મારે માટે પછી કશું નથી કર્યું, તે પણ બીજાઓ જેવો જ કૃતદની નીકળ્યો; પરંતુ મેં તો મારા જીવને જોખમે તેનો જીવ બચાવ્યો છે. હું વૉટલૂના રણક્ષેત્ર ઉપર સૈનિક છું – મારાં ખીસાં સર્ટિફિકેટોથી ભરેલાં છે. પરંતુ એ બધું મેં તને કહ્યું તે માત્ર ભલમનસાઈથી. ટૂંકી વાત એટલી છે કે, મારે નાણાં જોઈએ! મારે અતિશય ખૂબ ઢગલો નાણાં જોઈએ. નહિ તે હું તારું લોહી પીશ, ભગવાનના કસમ !”
જોન્ડેટ આટલું બોલીને હાંફતો હાંફતો પોતાના સાથીદારો તરફ ફર્યો. એ તકનો લાભ લઈ મ. લેબ્લાન્ક એકદમ ખુરશીને પગ વડે ધકેલી દીધી, તથા ટેબલને હાથ વડે હડસેલી એક કૂદકો માર્યો; અને થેનારડિયર પાછો વળીને જુએ ત્યાર પહેલાં તે બારીએ પહોંચી ગયા. એક સેકંડમાં બારી ઊઘડી ગઈ, અને તે તેના ઉપર ચડીને બહાર પગ નીકળ્યા, પરંતુ તે અર્થે પહોંચે ત્યાર પહેલાં છ મજબૂત હાથોએ તેમને પકડ્યા અને પાછા ઓરડીમાં ઘસડી આગ્યા. મેશના મવાળા ત્રણ જણા તેમની ઉપર કૂદી પડયા અને થેનારડિયર-બાનુએ તેમના વાળ પકડયા. માણસેના એ ઢગલા નીચેથી બહાર દેખાતા મૈ. લેબ્લાન્કના શરીર ઉપર લોઢાનાં વિવિધ હથિયાર તોળાઈ રહ્યાં.
એ દૃશ્ય નજરે જોઈ રહેવું મેરિયસ માટે હવે અશકય હતું. પિતાના મૃત પિતાને સેબે ધી તેને માફી માગતાં માગતાં પિસ્તોલના ઘોડા તરફ આંગળી લાંબાવી, એટલામાં થનારડારનો અવાજ સંભળાય :
“એને કશી ઈજા કરતા નહિ.”
એ અવાજ સાંભળતાં જ મેરિયસ ચમક્યો; અને હવે આગળ શું થાય છે તે જોવા માટે થોભવું યોગ્ય ગણાય, એમ વિચારી, તેણે પિસ્તોલ ફેડવાનું મોકૂફ રાખ્યું. દ્વિધામાં અટવાઈ ગયેલા તેને એવી આશા સ્લરી કે કદાચ એવી કોઈ તક ઊભી થાય જેથી ઉર્ફલાને પિતા પણ નાશ ન પામે, અને પોતાના પિતાને બચાવનાર પણ બચી જાય!
પણ ઓરડીમાં એક દારૂગ લડાઈ જામી હતી. છાતીમાં એક સીધા મુક્કાથી એક જણને મ. લેબ્લાન્ક ઓરડીની વચ્ચે ગબડાવી દીધો અને બે પાછલા પ્રહારોથી બીજા બેને ગબડાવીને પોતાના એક એક ઢીંચણ નીચે દબાવી દીધા. એ વજનથી પેલા બે બદમાશો ઘંટીના પથ્થર નીચે દબાયા હોય તેમ ચીસો પાડવા લાગ્યા. પણ બીજા ચાર હવે લેબ્લાન્કની ઉપર ફરી વળ્યા. તેમના ભાર અને પ્રહારોથી જાનને બચાવવા પ્રયત્ન કરતા મેં. લેઇવાન્ક હવે ઢગલા નીચે છેક દટાઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org