________________
મારું નામ શેનારડિયર છે
૨૫૧ એળખતે નથી? પણ હું તને ઓળખું છું! તું આજે સવારે આ ઓરડીમાં પેઠો ને તરત મેં તને ઓળખી કાઢયો હતે. પણ હવે તને ખબર પડશે કે લોકોની વીશીમાં મુસાફર તરીકે ફાટેલાં કપડાંએ પેસીને તેમને એકને એક આધાર ઝૂંટવી લે, અને નિર્જન જંગલમાં એકલા હોય ત્યારે દંડ બતાવીને તેમને ડરાવવા, એ કેટલા શેરની વાત છે!”
પોતાના ઉશ્કેરાટથી હાંફતો હાંફતે થોડો થોભીને પાછો તે લાલચોળ થઈને બોલ્યો : “તું જ મારા બધા કમનસીબનું મૂળ છે. પંદરસે કૂકમાં તું મારે ત્યાંથી એક છોકરીને ઉપાડી ગયો, કે જે કોઈક તવંગર લોકોની છોકરી હતી, અને જેને લીધે મને સારી રીતે પૈસા મળતા હતા; તથા આખી જિંદગી ચાલે તેટલા મળવા જોઈતા હતા! તે દિવસે તું એ છોકરીને ઉપાડી ગયો ત્યારે ખૂબ મલકાતો હોઈશ; પણ આજ મારો વારો આવ્યો છે!”
મેં. લેબ્લાન્કે તેને બેલ ભાવ્યો નહિ. પરંતુ તે જ્યારે બેલી રહ્યો ત્યારે તે એટલું જ બોલ્યા : “તમારી કંઈ ગેરસમજ થાય છે; હું એક ઘણો ગરીબ માણસ છું અને લખપતિ તે છે જ નહિ. હું તમને ઓળખતો નથી; તમે બીજા કોઈની જગાએ મને માની લીધો છે.”
આહા ! તું હજુ એ ઢોંગ ચાલુ રાખવા માગે છે કેમ? તું ત્યારે ભારે ધુમસમાં ફરે છે! તું મને યાદ લાવી શકતો નથી, એમ ! હું કોણ છું હું જોતે નથી?”
માફ કરજે, મોર, હું જોઈ શકું છું કે તમે એક ડાકુ છો.”
મ. લેબ્લાન્કે ભારે ઠંડાશથી કહેવા એ શબ્દોથી ઘેનારડિયર પગના મૂળ સુધી સળગી ઊઠયો. નારડિયર-બાનુ પણ પથારીમાંથી છલાંગ મારીને ધસી આવી. નારડિયર પિતાની સહચરીને પાછી હઠાવીને મ. લેબ્લાન્કને ઉદ્દેશીને બે :
ડાક? હા, તમે પૈસાદાર લોકો અમને ડાકુ કહે છે. એ વાત ખરી છે કે, હું ધંધામાં ફાવ્યો નહિ, એટલે અત્યારે આ સ્થિતિમાં છે. ત્રણ દિવસથી હું કશું ખાવા નથી પામો. પણ બેટમજી, હું ત્યારે કોઈ શંકાશીલ ભામટો પણ નથી કે જે લોકોનાં ઘરમાં પેસીને છોકરાં ઉપાડી જાય છે. હું એક જૂને ફ્રેંચ સૈનિક છું; મને ચાંદ– ઇલકાબ મળવા જોઈએ. હું વૉટલૂના રણમેદાન ઉપર હતો; મેં કાઁત દ પોન્ટમસ નામના એક સેનાપતિને બચાવ્યો હતો. આ ચિત્રમાં મારું એ પરાક્રમ અમર થયેલું છે. હું તેમાં જનરલ પિન્ટમર્સને ખભા ઉપર તેના મારા વચ્ચે ઉપાડીને ચાલું છું. એ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org