________________
૨૫૦
લે મિરાલ્ડ જેટલું તેમના તરફ ધપાવાય તેટલું ધપાવીને બોલ્યો :
- “મારું નામ ફેબો નથી, મારું નામ જોવ્ટ પણ નથી; મારું નામ થેનારડિયર છે! હું મટફરમેશને વીશીવાળો. હવે મને ઓળખ્યો?”
મેં. લેબ્લાન્કના મોં ઉપરથી એક લાલાશ પસાર થઈ ગઈ, પરંતુ અવાજમાં સહેજ પણ ફરક પડવા દીધા વિના તે બોલ્યા: “પહેલાં કરતાં જરાય વધુ નહિ.” ' મેરિયસને તે વખતે અંધારામાં પણ કોઈએ જે હોય તે તેના માથા ઉપર વીજળી તુટી પડયા જેવી તેની સ્થિતિ થઈ ગઈ હતી. જોÇ ટે જયારે કહ્યું, “મારું નામ શેનારડિયર છે,” ત્યારે મેરિયસના હૃદયમાંથી આરપાર તરવાર ખાસાઈ ગઈ હોય તેમ તે ભીંતને ટેકો દઈને માંડ ઊભું રહી શક્યો. પિસ્તોલને ઘોડે દબાવવા તૈયાર થયેલ તેનો જમણો હાથ ધીરે ધીરે નીચે નો; અને “હું મોંટફરમેલનો વીશીવાળો” એ શબ્દોએ તો તેના હાથમાંથી પિસ્તોલ લગભગ પડી જ ગઈ. થેનારડિયરનું જે નામ મ. લેબ્રા જાણતા હોય તેમ નહોતું લાગતું, તે નામ મેરિયસ તે બરાબર જાણતો હતો એ નામ તેણે વર્ષો સુધી રયા કરીને હૃદય ઉપર પોતાના પિતાના વીર સાથે ધારણ કરી રાખ્યું હતું. તેના પિતાને પવિત્ર આદેશ હવે : “વૉટના એ જ યુદ્ધમેદાનમાં એક સારજટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર છે થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે રિસ પાસેના કેલ૦ કે મેટફરમેલમાં એક વીશી ચલાવતો હતો. મારો પુત્ર છે તેને મળે, તો તેણે થનારડિયર માટે પિતાનાથી બનતું કરી છૂટવું.”
પરંતુ, એ પવિત્ર નામ ધરાવનાર માણસ આખરે જયો ત્યારે તે કોણ નીકળ્યો? એક ડાકુ, બદમાશ, રાક્ષસ કે જે અત્યારે એક કારમું કૃત્ય કરવા તત્પર થયો હતો. જે માણસને પોલીસના સત્તાવાળાઓના હાથમાં સાંપવાની અને એક કારમું કૃત્ય કરતે રોકવાની તેની એક નાગરિક તરીકે ફરજ કહેવાય, તે માણસ માટે બનતું બધું કરી છૂટવાને વાર પિતાએ તેને અંતિમ પળેએ આપ્યો હતે !
મેરિયસને લાગ્યું કે પોતે ગાંડો થઈ જવાની અણી ઉપર છે.
દરમ્યાન જોડ્રેટ ઘૂરકતો અને હૂંફવતે ટેબલ પાસે પેંતરા ભરવા લાગ્યો હતો. તે હવે મેં. લેબ્લાન્ક તરફ મુક્કી ઉગામીને બેલ્યો : “એમ, તું હજુ મને નથી ઓળખતો કેમ ? બેટા ધર્માત્મા ! બેટા દાનવીર ! તું મોટો ઢીંગલીઓ આપનારો! તું જ પેલી ૧૮૨૩ ની નાતાલની રાતે ફાટેલાં સ્પડાંમાં આવીને ફેન્ટાઇનની પટ્ટીને મારે ઘેરથી લઈ જનારો ! તું પાછો મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org