________________
૧૪૦
કૈ મિઝરાબ્વ
-
એક વખત વિચાર પણ આવ્યા કે આમ છૂપી રીતે પૂંઠ પકડવાની જરૂર નથી; અને તેની સામે છતા થઈ તેનાં ઓળખપત્રો માગીને બધા ગોટાળાને ફૈસલા લાવી દેવા. પરંતુ એ માણસ જીન વાલજીન ન હેાય તે પણ એવી રીતે આડી-અવળી શેરીઓમાં વળાંક લેતા હતા, કે જાણે કોઈ જાણીતા ગુનેગાર પોલીસને થાપ આપવા માટે જ ભાગતા હોય ! તે। પછી આ નવદ્ય ગુનેગાર કોણ છે તથા તેના સાગરીતો કોણ છે, એ જાણી લેવાનું પણ જાવર્ટ જેવાને મન થાય જ. એટલે તેણે છૂપી રીતે જ તેને પીછે ચાલુ રાખ્યો. આ પીંછા ચાલુ હતા તેવામાં – શેરીમાં થઈને જતાં જતાં – એક ખુલ્લા દારૂના પીઠાના ઉજ્જવળ પ્રકાશ જીન વાલજીન ઉપર પડતાં જ જાવર્ટ તેને બરાબર ઓળખી શકર્યો. જાવર્ટને આખે શરીરે થઈને એકદમ ધ્રૂજારી પસાર થઈ ગઈ. જગતમાં બે પ્રાણીને એવી પ્રબળ ધ્રુજારી થઈ આવે છે : માને પોતાનું ખાવાયેલું બાળક પાછું મળે ત્યારે, અને વાઘને પોતાને છટકેલે શિકાર પાછા મળે ત્યારે! આગળ ભાગનારો જીન વાલજીન છે એની પાકી ખાતરી થતાં જ, જાવě પાસેની પોલીસ-ચાકીમાંથી વધુ મદદ મેળવવાની પેરવી કરી: ઝેરી નાગને પકડવાના પ્રયત્ન કરતા પહેલાં લાંબા સાંડસાની જોગવાઈ કરી લેવી જોઈએ! એ નવાં માણસોને બધી વિગત અને યોજના સમજાવતાં જાવર્ટને થોડી વાર લાગી; તે દરમ્યાન જીન વાલજીન નજર બહાર નીકળી ગયા. પરંતુ જાવ પોતાની આંતર પ્રેરણાથી સમજી ગયા કે જીન વાલજીન પોતાના શિકારીઓની અને પોતાની વચ્ચે કોઈ પણ રીતે નદીને પટ લાવી દેવા ઇચ્છશે જ, એટલે તરત તેણે તે તરફ દોટ મૂકી. પુલના ટોલવાળાને પૂછતાં જણાયું કે, થોડી વાર પહેલાં જ એક ડોસો અને એક બાળકી ત્યાંથી પસાર થયાં હતાં, અને તેણે ડોસાની પાસેથી બે જણનું નાકું વસૂલ કર્યું હતું. થોડે દૂર ચાર રસ્તાનું વિશાળ ચોગાન આવતું હતું. ચંદ્રના પ્રકાશમાં જાવર્ટ જોઈ શકયો કે જીન વાલજીન તે ચારમાંથી એક રસ્તામાં પેઠો. જાવર્ટના માં ઉપર એ જોઈ આછી સ્મિતરેખા પસાર થઈ ગઈ! કારણ, તે રસ્તા એવા હતા કે જેને આગળ એક જ માં હતું; વચ્ચે કોઈ બીજી ગલી ફૂંટાતી ન હતી. જાવ તરત પોતાના એક માણસને ઉતાવળથી ચકરાવા લઈને રસ્તાનું સામું મે રોકી લેવા દાડાવ્યો; અને પહેર ભરીને પાછી ફરતી એક લશ્કરી ટુકડીને મદદમાં લઈ પોતે જીન વાલજીનની પાછળ પેઠો. હવે શિકાર કયાંય છટકી શકે તેમ ન હતું, એટલે જાવટ તપખીરના એક સડાકો ખેંચ્યા. ત્યાર બાદ પદ્ધતિસર એક એક ઘરના અંધારા ખૂણા તથા આધાર લઈને ટિંગાઈ રહેવાય તેવા એકેએક ટેકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org