________________
બરાબર તપાસતો તપાસતો ધીમે ધીમે તે આગળ વધવા લાગ્યો. બિલાડી ઉદરને પકડયા પછી થોડે છૂટો મૂકે છે, અને તેના નાસી જવાના વ્યર્થ પ્રયત્નને જોવાનો આનંદ લેવા ઈચ્છે છે. ભૂખની તત્કાળ વૃપ્તિ કરતાં પણ તેને તેની એ ખૂની રમત વધુ આનંદ આપે છે!
કૉસેટ થાકવા લાગતાં જીન વાલજીને તેને ઊંચકી લીધી હતી. જાવર્ટ પિતાનો પીછો પકડી રહ્યું છે તેની હવે તેને પણ ખાતરી થઈ ગઈ હતી. પરંતુ યુલ વટાવ્યા પછી પોતે જે રસ્તામાં પેઠે છે તેની પેલાને ખબર પડી નહિ હોય એમ માનીને તે આગળ વધી રહ્યો હતો; તેવામાં તે રસ્તાને સામે છેડે એક પડછંદ આકૃતિને ઊભેલી જોઈને તે ચમકો. જીન વાલજીને તરત પાછો ફર્યો. એક ઠેકાણે વચમાં ઊભા રહીને તેણે જોયું, તો પાછળ પણ જાવર્ટ પોતાનાં માણસો સાથે આવી રહ્યો હતો. હવે બરાબર જાણે ગોળ નળીમાં જ તે સપડાઈ ગયો હતો. આખા રસ્તામાંથી બીજી કોઈ નવી કયાંય ફંટાતી ન હતી; અને તેના બંને છેડા જાવડૅ રેકી લીધા હતા. - જીન વાલજીન અત્યારે જે ભાગમાં અધવચ ઊભો હતો, ત્યાં ઘર અંધારું હતું. તેનાથી કાંઈ પણ ઉપાય થઈ શકે તો તે એટલા ભાગમાં જ તે ભાગમાં એક બાજુએ વિશાળ વઢે આવી રહ્યો હતે, અને તેની પાછળના ભાગમાં એવી નીરવ શાંતિ વ્યાપેલી હતી કે એની તરત પાસે મકાન હોવાને બદલે વિશાળ વડે કે બગીચે હોય એવો સંભવ વિશેષ હતે. જીન વાલજીનને લાગ્યું કે એ વઢો ફૂદી જવાય તો જરૂર બચી જવાય. પરંતુ કૅસેટને સાથે લઈને એ વંઠે ઠેકો એ અશકય વસ્તુ હતી. કૉસેટને એક જગ્યાએ ઊભી રાખીને એ વંઢાના એક છેડા તરફ તે ગયો. ત્યાં પાંખિયાવાળા મોટા મોટા નળ જમીન સુધી નીચે આવેલા હતા. પણ એ નળ ખવાઈ ગયેલા અને માટી જેવા જ બની ગયા હતા, એટલે તેમની ઉપર ચડવું અશક્ય હતું. તરત તે પાછો ફર્યો. જાવર્ટ અને તેનાં માણસોનાં પગલાં ધીમે ધીમે પાસે આવતાં જતાં હતાં. બધા ખૂણા તપાસતાં તપાસતાં તે લોકોને આ ભાગમાં આવી પહોંચતાં પાએક કલાક માંડ લાગે. જીન વાલજીનના અંતરમાંથી જારી પસાર થઈ ગઈ. તેને લશ્કરી વહાણની કેદ ત્રીજી વાર નજર સામે આવી પહોંચેલી લાગી; પણ આ વખતે એ લશ્કરી વહાણની સજાને અર્થ વિશેષ હતે : કૉસેટથી હંમેશને માટે વિચ્છેદ – અર્થાત્ જીવવું મોત !
જન વાલજીન વઢાના બીજા છેડા તરફ ઉતાવળે દોડ્યો. ત્યાં જોયું તે પાસેના મકાનની ભતને એ વંઢા સાથે એક ઊંચે ખૂણે થતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org