________________
લે મિરાન્ડ વહાણ ઉપરની લાંબી સજા દરમ્યાન તેણે બીજા કેદીઓની દેખાદેખી નિસરણી કે પગથિયાં કે ખાંચાના આધાર વિના પણ હાથના સ્નાયુઓના બળે અને ખભા તથા ઢીંચણના આધારે, છઠ્ઠા માળ સુધી પણ ચડી જવાની અને ત્યાં સ્થિર રહેવાની, માની પણ ન શકાય તેવી કળા સંપાદન કરી હતી. જીન વાલજીને ભતની ઉચાઈનું માપ કાઢી લીધું: અઢારેક ફૂટ ઊંચી હશે. એ તે ઠીક; પણ કૉસેટનું શું કરવું? કૉસેટ જાતે તે એક પગલું પણ ચડી શકે નહિ, અને તેને લઈને એટલી ઊંચાઈએ આધાર વિના ચડવું એ પણ અશક્ય. તેને તજી દેવાનો તો વિચાર સરખે પણ જન વાલજીનને ન આવે! દોરડું હોય તે કદાચ કંઈક રસ્તે નીકળે. એ દોરડા માટે અત્યારે આખું રાજ્ય આપી દેવું પડે તોપણ આપી દેવા તે તૈયાર થાય ! પણ આટલી મધરાતે અને ઘેરાયેલી સ્થિતિમાં તે દોરડું લેવા કયાં જાય? તેના માથામાં તણખા ઊડવા લાગ્યા; તે ચારે તરફ વિકરાળ અખાએ જોવા લાગ્યો. અચાનક તેની નજર દીવાના થાંભલા પર પડી. તે દિવસમાં પેરિસની શેરીઓમાં ગેસ-બત્તી આવી ન હતી. શેરી વચ્ચે દોરડા વડે બત્તીને ટીંગાવવામાં આવતી અને બાજુના થાંભલા સાથે જડેલી લોખંડની પેટીમાં તે દેરડાને વટવા-ઉકેલવાની ગરગડી ફેરવીને બત્તી સળગાવનારો બનીને નીચે ઉતારતો અને તેને સળગાવીને તે ગરગડી વડે જ પાછી ઉપર ચડાવતે. ચાંદની રાત હોવાથી એ અંધારિયા ખૂણાની બત્તી સળગાવવામાં આવી ન હતી. જીન વાલજીન તરત તે તરફ ગયો અને છરીના અણિયાથી પેટીનું તાળું ખોલી નાખી, થોડી વારમાં તેમાંના દેરડા સાથે કૉસેટ પાસે આવ્યો. એ બધું બની જતાં એક ક્ષણથી વધુ વખત ગયો ન હતો.
કૉસેટ આ કશું સમજી શકી ન હતી. તે હવે ગભરાવા લાગી. પાસે આવતા પોલીસોનાં પગલાં સંભળાતાં હતાં. તેણે ધીમેથી કહ્યું: “બાપુ, મને બીક લાગે છે; પેલા કોણ આવે છે?”
“ચૂપ રહેજે!” પેલા દુઃખી માણસે જવાબ આપ્યો. “એ તે થેનારડિયર બાનુ આવે છે.” કોસેટ પ્રૂજી ઊઠી. જીન વાલજીને ઉમેર્યું,
એક શબ્દ પણ બોલતી નહિ, હું કરું તેમ કરવા દેજે; એક શબ્દ બોલી કે એક ડૂસકું પણ ભર્યું. તે તે તેને પાછી પકડી જશે.”
પછી જરા પણ ઉતાવળ કર્યા વિના, સ્વસ્થતાથી અને ચોકસાઈથી તેણે કામ કરવા માંડ્યું. પિતાને ડગલે કાઢી, તેણે કૉસેટની બગલો નીચે વીંટયો. પછી દોરડાનો એક છેડે તેના ઉપર બાંધી લીધો. ત્યાર બાદ દોરડાનો બીજો છેડો દાંતમાં દબાવી. તેણે પિતાના બટ અને મોજા કાઢીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org