________________
જોટ ખરીદી કરે છે
૨૩ જવાબ આપતે, “મારા ઓરડામાં મારી દરિદ્રતા સિવાય બીજું કાંઈ લુંટી જવાનું છે ખરું?” આજે પણ મેરિયસ બારણાની ચાવી બારણામાં રાખીને જ અંદર પેસી ગય; જેથી તે હજુ બહારથી આવ્યું જ નથી એમ રોજ જેનારને લાગે.
સાડા પાંચ વાગી ગયા હતા, અને હવે બનવાના બનાવ વચ્ચે અર્થે કલાક જ બાકી રહ્યો હતો. અચાનક મેરિયસે ઊંચે નજર કરતાં, અંધારામાં આડભીંતની ઉપરની બાજુના બાકામાંથી લાલ લાલ પ્રકાશને ઓળો નીકળતા જોયો. એ પ્રકાશ મીણબત્તીને તે હોઈ ન શકે!
શેડી મિનિટો બાદ દાદરનું બારણું ઉઘડવાનો અવાજ આવ્યો, અને દાદર ઉપર પી પગલાંએ ચીને કોઈ આવ્યું. જેÇ ટના એરડાનું. બારણું ઊઘડ્યું અને જેન્ડેટ અંદર દાખલ થઈને બેલ સંભળાયો : “હાશ! બધું બરાબર ગોઠવાયું છે; હવે માત્ર ઉંદર ઉદરિયામાં આવે એટલી વાર!”
ત્યાર બાદ કંઈક ધીમી ગુસપુસ સંભળાઈ. પછી પાછો એન્ડ્રુટનો અવાજ સંભળાશે: “આને દેવતામાં મૂકી દે.”
મેરિયસે કોલસામાં કશી ખસખસને અવાજ સાંભળ્યો. તે સમજી ગયો કે પેલી ફરસીને જ તપાવવા મૂકી છે. તેને એક ધ્રુજારી આવી ગઈ. જોન્વટે ઉમેર્યું :
બારણાંનાં બરડવાને ઊંજી રાખ્યાં છેને? કશો અવાજ થવો ન જોઈએ. અને કેટલા વાગ્યા હશે?”
લગભગ છે.” જેન્ડેટની પત્નીએ જવાબ આપ્યો. “દેવળના ઘડિયાળમાં સાડાપાંચને ટકોરો પડશે વખત થશે.”
“તે પછી છોકરીઓએ હવે બહાર રસ્તા ઉપર ઊભા રહેવું જોઈએ. જુઓ, તમે કાંને મારી વાત સાંભળી લે.”
કંઈક ગુસપુસને અવાજ આવ્યો. પછી જોર્જેટને અવાજ સંભળાયો : “ડોસી શહેરમાં ગઈ ખરુંને?” “હા.” “આપણા પડોશીના ઓરડામાં કોઈ નથી એની ખાતરી છેને?”
“આજ આખો દિવસ તે આવ્યા જ નથી; અને અત્યારે તે તેને જમવા જવાનો વખત પણ થયો.”
“છતાં, ખાતરી કરી લેવામાં શું બગડે છે? બેટા, જા તે મીણબત્તી લઈને જોઈ આવ.”
મેરિયસ તરત ઘૂંટણિયે પડી, ખાટવા નીચે સરકી ગયો. બારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org