________________
૨૪૪
લે મિઝરાઉં ઊઘડ્યું. મેટી છોકરી હાથમાં મીણબત્તી લઈ સીધી પથારી તરફ જ આવી. મેરિયસનું હૃદય ધબકી ઊઠયું. પરંતુ ભીંત ઉપર અરીસો જડેલો હતો, તેમાં તે છોકરી પિતાનું મોં જોવા લાગી; અને એક હાથે પોતાના વાળ સરખા કરતી કરતી “હૃદયહીન પ્રીતમ’નું એક નાટકી ગીત ગગણવા લાગી.
છે ત્યાર બાદ તેના બાપે ઉતાવળ કરવા જણાવ્યાથી તે ગીતની બાકીની કડીઓ ગાતી ગાતી પોતાના માં સામેના અરીસામાં છેવટની નજર નાખીને બારણું બંધ કરી, બહાર નીકળી ગઈ.
એક ક્ષણ બાદ મેરિયસે બે જુવાન છોકરીઓનાં પગલાં દાદરો ઊતરતાં સાંભળ્યાં. પાછળ જેડ઼ોટને અવાજ આવ્યો :
જુઓ, સાંભળી ! એક જીણી પેલે છે કે એને બીજી આ છેડે ઊભી રહેજો, અને ઘરના બારણા ઉપરથી એક મિનિટ પણ નજર ન ખસેડશે. ગરબડ જેવું કશું જણાય કે તરત દોડી આવજે. તમારી પાસે ઉલાળાની ચાવી તો છે.”
મેટી છોકરી બબડી: “આવા બરફમાં ખુલ્લા પગે બહાર ઊભા રહેવાનું!”
“અરે, કાલે તને મખમલના કિરમજી બૂટ ન લાવી આપું તે કહેજે !” અંદરથી બાપ બેલ્યો.
પ૯ મેરિયસના પાંચ ફ્રાંકને ઉપયોગ મેરિયસને હવે લાગ્યું કે, બાકા આગળ ઊભા રહેવાનો વખત આવી પૂગ્યો છે. આંખના પલકારામાં તે આડભીંતના બાકા આગળ ખડો થઈ ગયો. જોર્જેટના ઓરડાને દેખાવ વિચિત્ર બની ગયો હતો. એક મીણબત્તી બત્તીદાનમાં ટમટમતી હતી, પરંતુ આખે ઓરડો ધગધગતા સળગતા અંગારાની ભઠ્ઠીથી લાલચેળ બની રહ્યો હતો, ભઠ્ઠીમાં તપવા મૂકેલી જોફ્રેંટની ફરસી તપીને લાલચોળ થઈ જવા આવી હતી. જોટ પોતાની ચુંગી સળગાવીને એક તૂટેલી ખુરશી ઉપર બેઠેલે હ, અને તેની સ્ત્રી તેના કાનમાં કંઈ ગુસપુસ કરતી હતી. અચાનક એન્ડ્રઢ જવા માટે અવાજે બિલી ઊઠયો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org