________________
શાહીને ખડિયે જ્યારે જોળવાનું કામ કરે છે ૪૫ ચમકારો પસાર થઈ ગયો કે જેને રીઢા ગુનેગારના ખૂની ચમકારા તરીકે ઓળખતાં મેરિયસને વાર ન લાગી.
પરંતુ પેલા આગંતુકે થોડી વારમાં જ મેં ઉપર મીઠું સ્મિત પાથરી દઈ આગળ ચલાવ્યું : “હું આપ સાહેબની વાતને ન માનવાને અપરાધ નહિ જ કરું. મારે કબૂલ કરવું જોઈએ કે આપશ્રીને ઘણી વાતની માહિતી છે. પણ હવે હું બેરનેસ બાનુની મિલકત અંગે જે વાત કહેવા માગું છું, તે તે એક અદભુત રહસ્ય છે; તે વાત તો હું વેચવા જ માગું છું. આપને હું એ ખરીદવાની પહેલી તક આપું છું અને તે પણ સસ્તામાં વીસ હજાર ફાંક, એ તો એાછા જ કહેવાય ને?”
“હું એ ગુપ્ત વાત પણ જાણું છું.” મેરિયસે ઠંડે પેટે જવાબ આપ્યો. “અરે સાહેબ, દશ હજાર કૂક આપજો; હવે તે હું કહું ને?”
“પણ હું ફરીથી કહું છું કે, તમે જે વાત કહેવા માગે છે તે હું જાણું છું જ.”
- પેલાની આંખમાંથી ફરી એક ચમકારો પસાર થઈ ગયો. પછી તે બે, “પણ સાહેબ, મને ખાવા જેટલા પૈસા પણ આપશે કે નહિ? બોલે, મને વીસ કૂાંક જ આપજો; હું કહી દઉં-ને?”
“હું તમારી અભુત ગુપ્ત વાત જાણું છું; જેમ હું જીન વાલજીનનું નામ જાણતા હતા, તેમજ તમારું ખરું નામ પણ જાણું છું.”
“મારું નામ? એ તે મેં ચિઠ્ઠીમાં લખ્યું જ હતું; એટલે જાણો જ–ને? બેના.”
નહિ; શેનારડિયર.” “શું?”
“હા, હા, પાછું તમારું બીજું નામ જોડ્રેટ પણ છે; નાટયકલાર્થી પી. ફેબ પણ છે; સાહિત્યપ્રિય કવિ ગેનોટ પણ છે; સ્પેનને રાજપુરુષ ડૉન અલવારો પણ છે, અને બાલિઝાર્દ સી પણ છે. અને તું મેન્ટફમેલમાં વીશી પણ ચલાવતો હતો.”
કદી નહિ.”
હા હા, તું એ જ બદમાશ થનારડિયર છે. ચાલ, તારું મોં બાળ અહીંથી.”
એમ કહી મેરિયસે તેના મેં ઉપર પાંચસે કૂકની નોટ ફેંકી. પેલે એ નેટ તપાસી લઈ બોલી ઊઠ્યો, “ધન્યવાદ, બેરન સાહેબ, પાંચસો ફાંક! લે મિ0 –૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org