________________
૪૬૪
લે મિઝરાવુ પણ તમારું કહેવાનું તો પૂરું કરો.”
“હું એ “લા જોયા' ગામમાં જઈને રહેવા માગું છું. હું, મારી મહરદાર, અને મારી સુંદર જુવાન પુત્રી. મુસાફરી બહુ લાંબી તથા મોંઘી છે. મારે થોડા પૈસા જોઈએ છે.”
“પણ એ બધી વાતને મારે શી લેવાદેવા છે?”
“કેમ, આપે મારે કાગળ નથી વાંચ્યો ? હું આપને એક રહસ્ય વેચવા માગું છું.”
રહસ્ય?” “હા, ગુપ્ત રહસ્ય.” “પણ એ રહસ્યને મારી સાથે કંઈ લેવાદેવા છે?” “હા, થોડીઘણી.” “રહસ્ય શું છે?”
“જુઓ સાહેબ, હું મફત જ એ કહેવાની શરૂઆત કરું છું; પણ આપ ધીરે ધીરે જોશો કે, મારી વાત કીમતી છે.”
“ઠીક, આગળ ચલાવો.
મોર બૅરન, આપના ઘરમાં એક ડાકુ, એક ખૂની છુપાયો છે.” “મારા ઘરમાં ? બેટી વાત.” મેરિયસે ભારપૂર્વક કહ્યું.
“જુઓ સાહેબ, હું પહેલાંનાં જુનાં કૃત્યો જે બહુ જૂનાં થવાથી કાયદાની નજરે ફીકાં પડી ગયેલાં ગણાય અને પસ્તાવાને કારણે પરમાત્માની નજરમાં ધોવાઈ ગયેલાં ગણાય, તેમની વાત નથી કરતે; હું તે તાજાં ગરમાગરમ કૃત્યો, નજરે જોયેલાં કૃત્યો-લેહીનીંગળતાં કૃત્યોને લક્ષમાં રાખીને કહું છું કે, એક ડાકુ અને ખૂની આપના ઘરમાં ખાટા નામ હેઠળ છુપાયો છે. હું તેનું સાચું નામ મફત જ કહી દઉં છું : તેનું નામ જીન વાલજીન છે.”
“મને ખબર છે.”
તેમ જ તે કોણ છે તે પણ હું મફત જ કહી દેવા માગું છું.” “આગળ ચાલો.” “તે નાસી છૂટેલો ગુનેગાર છે.”
મને ખબર છે.” “હા, હા, આપને હું કહું તે પછી તે આપ કહી જ શકો કે, “હું
જાણું છું!
“ના, મને પહેલેથી ખબર છે.” આ સાંભળી અચાનક પેલા આગંતુકની આંખમાંથી એક એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org