________________
શહીને ખડિયે જ્યારે ધૂળવાનું કામ કરે છે ૪૬૩ હેતું, એમ માની જ શકતા નથી. રાજકુમારી બેગેશનના મહેલમાં તેમજ વાઈકાઉંટ ડેબ્સના બંગલામાં ઘણાં વર્ષો પહેલાં મેં આપની સાથે બેસી વાતચીત કરી હતી, એવું મને ચોક્કસ યાદ આવે છે.”
“હું રાજકુંવરી બેગેશન કે વાઈકાઉટ ડેબ્ધ વિષે કશું જ જાણતા નથી. તેમ જ આખી જિંદગીમાં મેં તેમને કદી નજરે નિહાળ્યાં હોય એમ પણ હું માનતો નથી.”
તો પછી શેકોબ્રાયને ત્યાં હું આપને મળ્યો હઈશ. હું શેટબ્રાયને બરાબર ઓળખું છું. તેને સ્વભાવ બહુ મળતાવડો છે. અને તે મળે એટલે તરત કહે, “થેનાર્ડ, તું મારી સાથે બેસીને એક પ્યાલી ચડાવવા લાગ જોઉં!”
મેરિયસનું મેં કઠોર થવા લાગ્યું. તે બોલ્યો
“મોર શેટોબ્રાયને ઘેર જવાના નિમંત્રણને માન મને કદી મળ્યું હોય તેવું હું જાણતો નથી. તમે મુદ્દાની વાત ઉપર ઝટ આવો. તમારી ઇચ્છા શી છે?”
પેલે હવે મેરિયસને બદલાયેલો ચહેરો જોઈ તરત નીચે મૂક્યો અને બોલ્યો, “તે મોર બેરન કૃપા કરીને સાંભળો. અમેરિકામાં પનામા નજીકના પ્રદેશમાં “લા જોયા' કરીને ગામડું છે. તે ગામડું એક જ ઘરનું બનેલું છે- ત્રણ માળનું, બરાબર ચોરસ આકારનું. એ રસની દરેક બાજુ પાંચસો ફૂટ લાંબી છે. દરેક માળ નીચેના માળ કરતાં બાર ફૂટ અંદર છે, જેથી આગળ મોટી અગાશી આવે. એ આગાશીઓ આખા મકાનની ચારે બાજુએ વીંટળાયેલી છે. વચ્ચેના મોટા ચોકમાં ખરાક, દારૂગોળો વગેરે સાધનસામગ્રીને કોઠાર છે. આખા મકાનને બહારની બાજુએ બારીબારણું, કે પગ મુકાય તેવો એક પણ ખચે નથી જેથી ઉપર ચડી શકાય. અંદરના ચોક તરફ ઉપરના માળે ચડવા ઊતરવાની નિસરણીઓ છે. દિવસે એ મકાન કહેવાય પણ રાતે કિલ્લો થઈ જાય. નિસરણીઓ ઉપર ખેંચી લીધી એટલે બસ. પછી ઉપર જવાને કે નીચે ઊતરવાને એક માર્ગ રહે નહિ. આવા આ ગામમાં આઠસો માણસો રહે છે. આટલી બધી કાળજી રાખવાની શી જરૂર? કારણ કે એ મુલક જંગલીઓનો છે. તે પછી ત્યાં લોકો જાય છે શા માટે? કારણ કે એ પ્રદેશ અદ્ભુત છે; ત્યાં સોનું મળે છે.”
પણ તમારે કહેવું છે શું?” મેરિયસે જરા અકળાઈને પૂછયું.
“એ જ કે, હું ઘરડો થાકેલે રાજપુરુષ છું, જૂની સંસ્કૃતિએ મને વાપરીને ઘસી નાખે છે; હવે હું નવા મુલકમાં જંગલીઓની સંસ્કૃતિ અજમાવવા માગું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org