________________
લે મિરાલ્ડ ઠીક ત્યારે હું પણ મારું સાચું સ્વરૂપ આપની આગળ હવે પ્રગટ કરી દઉં.” આમ કહી તેણે પિતાનાં રંગીન ચમાં, બનાવટી વાળ, નાકમાં તથા ગલેફાંમાં ભરેલી ચીજો વગેરે બધું કાઢીને કોટનાં ખીસામાં ઘુસાડી દીધું; અને પછી ખુરસી ઉપર બેસીને હસતાં હસતાં તે બેલ્યો, “બૈરન સાહેબની જાણકારી અદ્ભુત છે. હું જ થનારડિયર છું!”
નાડિયરને મેરિયસે ઓળખી કાઢ્યો, પણ થનારડિય–કહે કે જેટે– મેરિયસને કોઈ દિવસ નજરે નિહાળીને જોયો ન હતે. માત્ર છોકરાં કે બૈરીને મોંએ જ “એક પડોશી” તરીકે જાણીને મદદ માટે તેણે પત્રો લખેલા; એટલે આ વ્યક્તિ જ પડેશમાં રહેતા મુફલિસ જુવાનિયો મેરિયસ છે એમ તે જાણતા જ ન હતે.
૧૬ મી ફેબ્રુઆરીની રાતે પોતાની દીકરી એઝેલમાને પેલા વરઘોડા પાછળ મેકલીને તેણે જે માહિતી મેળવી હતી, તે ઉપરથી તે વધુ તપાસ જાતે ચલાવીને જાણી શક્યો હતો કે એ કયા કૉસેટ હતી; તથા એ કન્યાને બાપ પેલી ભૂગર્ભ સુરંગમાં ખૂન કરીને લૂંટી લીધેલા માણસનું મડદું ઉપાડી જનાર ભાગેડુ જ હતો. કૉસેટ ઉપરથી તેના બાપના નામ જીન વાલજીન સુધી પહોંચવામાં તેને ભારે પરિશ્રમ કરવો પડયો હતો. પરંતુ આ લોકે જે અક્કલ લડાવી શકે છે, તે કાયદાના સંરક્ષક પોલીસે કરતાં ચડિયાતી હોય છે.
થેનારડિયર હજુ માનતો હતો કે, પોતે ખરી વાત હજુ ઉપાડી જ નથી. એટલે તે “હું જ થનારડિયર છું” એમ કહી, મેરિયસ આગળ શું કહે છે તે જાણીને પેતાનો જવાબ તૈયાર કરવા તત્પર થઈ ગયો.
મેરિયસને આ માણસ પાસેથી કદાચ કૉસેટના પૈસા કેવી રીતે આવ્યા છે તે જાણવા મળશે એવી કંઈક આશા જન્મી હતી. એટલે તેણે કહ્યું, “જો મેં તારું નામ તે કહી દીધું; હવે તું જે ગુમ વાત કહેવા આવ્યો છે તે હું કહી બતાવું? મારી પાસે પણ માહિતી મેળવવાનાં સાધન છે. જીન વાલજીન નું કહે છે તેમ ડાકુ લૂંટારો છે, કારણ કે તેણે એક ધનિક ઉદ્યોગપતિ મ. મેડલીનને લુંટી લઈ તેને બરબાદ કર્યો છે. તે ખૂની હત્યારો પણ છે, કારણ કે તેણે પોલીસ ઓફિસર જાવર્ટનું ખૂન કર્યું છે.”
હું આપનું કહેવું સમજ્યો નહિ.” થનારડિયર નવાઈ પામી બેલી ઊઠયો.
જો સાંભળ, હું સમજાવું. ૧૮૨૨માં મ0 શહેરમાં મ. મેડલીન નામે એક સજજન રહેતું હતું. તેણે શરૂઆતમાં કંઈક ગુનામાં આવી જાય તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org