________________
૪૧૨
લે મિઝેરક્લ પૂરવામાં આવનાર કોટડીના દરવાજાના સળિયાનો વિચાર કરત. પરંતુ બિશપના સંગ પછી, કોઈની હત્યા કરવાને – પછી તે પિતાની જાતની હત્યા પણ ભલે હોય – તેને વિચાર જ આવતો ન હતો.
રૂ દ લ હોમ આર્મની શેરીના નાકે ઘોડાગાડી ઊભી રહી; કારણ કે એ શેરી બહુ સાંકડી હોવાથી અંદર ગાડી જાય તેમ નહોતું. જાવર્ટ અને જીન વાલજીન ઊતરી પડયા.
કોચમેને હવે ઇસ્પેકકર સાહેબને અરજ ગુજરી કે તેની ગાડીનું મખમલ પેલા કતલ કરવામાં આવેલા માણસના લોહી અને કાદવથી ગંદું થઈ ગયું છે; તેની કિંમત પણ તેને મળવી જોઈએ; ઉપરાંતમાં તેણે પોતાના ખીસામાંથી એક ડાયરી કાઢીને ઇસ્પેકટર સાહેબને તેમાં કાંઈક સર્ટિફિકેટ જેવું લખી આપવા પણ વિનંતી કરી.
જાવર્ટે એ ડાયરી પાછી ધકેલી, અને પૂછ્યું કે, ભાડાની રકમ તથા રોકાણની રકમ કેટલી થાય છે?
“સવા સાત કલાક થયા સાહેબપણ મારી ગાડીનું મખમલ પણ તદ્દન નવું હતું તે બગડી ગયું છે, એટલે એંસી કૂક આપો, ઈન્સ્પેકટર
સાહેબ.”
જાવર્ટે એસી ફ્રાંકની કિંમતના ચાર સેનાના સિક્કા ખીસામાંથી કાઢી તેના હાથમાં મૂકી દીધા અને ઘોડાગાડી વિદાય કરી.
જન વાલજીને સમજી ગયો કે, જાવર્ટનો વિચાર તેને પોલીસ થાણા ઉપર ચાલતા જ લઈ જવાનો છે. નં. ૭ આવતાં જ જીન વાલજીને બારણા ઉપર ટકોરા માર્યા. બારણું ઊઘડયું.
“ઠીક, ઉપર જા.” જાવર્ટે કહ્યું, તથા પ્રયત્નપૂર્વક બેલો હોય તેમ ઉમેર્યું, “હું અહીં તરી રાહ જોઉં છું.”
જન વાલજીને જાવર્ટના મેં સામે જોયું. આ રીતે કામ કરવું એ જાવર્ટની હંમેશની રીતથી ઊલટું હતું. પણ જીન વાલજીનને લાગ્યું કે, જાવર્ટ “ઉંદર હવે ક્યાં છટકવાન છે' એ જાતની બિલાડીની છટા દાખવતો હોય એમ પણ બને.
છતાં અત્યારે વધુ વિચાર કરવાનો સમય નહોતે, અને પોતાનો પણ નાસી છૂટવાનો ઇરાદો નહોતો; એટલે પોતે જે કામ પતાવવા આવ્યું હતું, તેનો જ વિચાર કરતો તે ઉપર ચડી ગયો.
ઉપર ગયા પછી હવા લેવા કે પછી વગર વિચાર્યું જ તેણે બારીમાંથી ડોક કાઢી નીચે શેરીમાં નજર કરી, શેરી બહુ ટુંકી જ હતી અને એક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org