________________
વીશીમાં “તારું નામ શું છે?” પેલાએ પૂછ્યું. “કૉસેટ.”
પેલા માણસને જાણે વીજળીને આંચકો લાગ્યો. તેણે તેના તરફ ફરીથી જોઈ; પછી પોતાના હાથ તેના ખભા ઉપરથી ઉપાડી લીધા અને ડોલ ઊંચકીને તેની સાથે ચાલવાનું શરૂ કર્યું. એક ક્ષણ બાદ તેણે પૂછ્યું :
હું કયાં રહે છે, મા?” “મેંટફરમેલમાં અહીં પાસે જ એ ગામ છે.” “કોણે તને આટલી મોડી રાતે વગડામાંથી પાણી ભરવા મોકલી?” “થેનારડિયર બાનુએ.” “એ કેણ છે?” “તે મારી શેઠાણી છે, અને વીશી ચલાવે છે.”
“વીશી? ઠીક થયું; મારે આજની રાત કોઈ વીશીમાં જ રહેવાનું છે. થાલ, હું ત્યાં જ આવીશ.”
પે માણસ જરા ઉતાવળે ચાલતું હતું, પરંતુ કૉસેટને તેને સાથ ટકાવી રાખવામાં કશી મુશ્કેલી પડી નહિ. કોઈ અવર્ણનીય શાંતિ અને વિશ્વાસ સાથે તે વખતોવખત પોતાની આંખ ઊંચી કરીને પેલા માણસ તરફ જતી હતી. તેને કદી ઈશ્વર પ્રત્યે આંખ ઊંચી કરવાનું શીખવવામાં આવ્યું ન હતું, અને છતાં તેના અંતરમાં અત્યારે આશા અને આનંદને મળતું કશુંક અચાનક ઊભું થયું હતું, અને ઊંચે આકાશ સુધી પહોંચતું હતું.
તેઓ હવે ગામ લગોલગ આવી પહોંચ્યાં હતાં, અને કૉસેટે એ અજાયા. માણસને શેરીઓમાં થઈને વીશી તરફ દોરવા માંડ્યો. રસ્તામાં ભઠિયારાની દુકાન આવી ગઈ, પણ કેસેટને પાંઉ ખરીદવાનું યાદ આવ્યું નહિ. તેઓ હવે દેવળ પણ વટાવી ગયાં હતાં. આજુબાજ માંડવાએ જોઈ પેલાએ પૂછયું, “આજે મેળાનો દિવસ છે કે શું ?”
ના, સાહેબ, આજે નાતાલ છેને, એટલે.” વશી નજીક આવી એટલે કૅસેટે ધીમેથી પેલાના હાથને પિતાને હાથ અડકાડીને કહ્યું
“સાહેબ !” “શું છે, મા ?”
ઘર હવે નજીક આવ્યું છે, મને ડોલ ઊંચકવા દેશે?” “કેમ?” મિ૦-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org