________________
લે સિઝેરાલ્ડ ઊંચકી લીધી હતી, અને એક ઊંચી કાળી આકૃતિ તેની બાજુમાં ચાલતી હતી. તેની પાછળથી તેની લગોલગ આવી લાગેલા કોઈ માણસે એક શબ્દ પણ બેલ્યા વિના તેની ડોલ પકડી લીધી હતી.
કોણ જાણે શાથી, કોસેટ જરા પણ ચોંકી ઊઠી નહિ.
૨૪
વીશીમાં થી વાર ચાલ્યા બાદ પેલાએ ઘેરો પણ છેક જ ધીમા અવાજે કોસેટને કહ્યું –
“બહુ ભારે વજન લીધું છે, બેટા.” કૉસેટે માથું ઊંચું કરીને કહ્યું, “હા, સાહેબ.' “તું ડેલ છોડી દે,”. માણસે ઉમેર્યું, “હું ઊંચકી લઈશ.”
કૌસેટે જરા પણ અદેશા વગર લ છેડી દીધી. પેલો તેની સાથે સાથે જ ચાલવા લાગ્યો.
થોડી વાર પછી તેણે પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે, મા?” “આઠ વરસ, સાહેબ.” “તું કેટલે દૂરથી આ વજન ઊંચકીને આવી?”
જંગલના રામાંથી.” અને તારે કેટલે દૂર જવાનું છે?” પાએક કલાકને રસ્તો કહેવાય ખરો.” પેલો માણસ ક્ષણ વાર થોભો, અને પછી અચાનક બોલી ઊઠયો, તારે મા નથી?”
મને ખબર નથી.” બાળકે જવાબ આપ્યો.
પણ પેલાને આગળ બોલવાને વખત મળે તે પહેલાં કૉસેટે ઉમેર્યું, “કેણ જાણે, બીજી છોકરીઓને હોય છે, પણ મારે નથી.” પછી ડી વાર ચૂપ રહીને તે પાછી બોલી –
મને લાગે છે કે મારે કદી મા હતી જ નહિ.”
પેલે માણસ એકદમ ઊભો રહ્યો. તેણે ધિલ જમીન ઉપર મૂકી દીધી, અને પછી કૉસેટના બે ખભા ઉપર પોતાના બે હાથ મૂકી, તેણે અંધારામાં તેનું મોં જેવા પ્રયત્ન કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org