________________
અજાણ્યો હાથ નીચે મૂકી તે પોતાના વાળમાં હાથ પરોવી બેસી પડી. એ સ્થિતિમાં તે થોડી વાર પડી રહી હશે તેવામાં શેનારડિયર બાનુ તેના શૂન્ય માનસપટ ઉપર અચાનક તરી આવી. શૂન્યતામાં અચાનક હુરેલ એ વિચારે તેને એટલે બધ તાદૃશ લાગ્યું કે તે એકદમ સફાળી ઊભી થઈ ગઈ અને ચીસ પાડી ઝરા તરફ નાઠી. કોણ જાણે શી રીતે તે એ અંધારામાં રસ્તો ભૂલ્યા વિના કે ઠોકર ખાધા વિના એક વાસે સીધી ઝરા આગળ જ દેડી આવી, તે તે એ અંધારાને અને અંધારાં હદયોને પણ અંતર્યામી જ જાણે.
ઝશ આગળ આવી પહોંચીને, પ્રવાસ ખાવા થોભ્યા વિના તેણે ઝરસ ઉપર નમેણું એકનું એક ઝાડવું ફફેસી કાઢયું, અને પછી હંમેશની જેમ તેને પકડીને ડેલ પાણીમાં ઝબકોળી. આમ મૂકીને તે ડોલ ભરતી હતી, તેવામાં તેના કબજાનું ખીસું ઝરાના પાણીમાં ઠલવાઈ ગયું, અને પેલે પંદર સૂનનો સિક્કો કૉસેટ કશું જાણે કે સાંભળે ત્યાર પહેલા પાણીને તબિયે ગબડવા લાગી ગયે. ડેલ લગભગ પૂરી ભરીને તેણે ઉપર લીધી અને ઘાસ ઉપર મૂકી. પણ હવે થાક તેના ઉપર ચ વાગ્યે અને તે ઘાસ ઉપર બેસી પડી. મેદાન તરફથી આવતે ઠંડો પવન એ ગાઢ જંગલમાં વિવિધ આકાર અને અવાજો ઊભા કરીને એ છળી ઊઠેલી બાળકીને વધુ મરણતોલ કરતો હતા. આકાશ પણ કાળાં વાદળની અંધારપિછોડી ઓઢીને પવનની હરીફાઈમાં ઊતર્યું હતું. - થોડી વારે ઊઠીને બંને હાથે તેણે ડેલનું કડું પકડવું; પણ એ ભરેલી ડેલ ઊંચકીને આગળ વધવાનું તેને મુશ્કેલ લાગવા માંડ્યું. દસ બાર ડગલાં ભરીને તેણે તેને પાછી જમીન ઉપર મૂકી દીધી. થોડોક વાસ ખાઈને તેણે ફરી ડોલ ઉપાડી. લોઢાનું કર્યું તેના નાનકડા હાથને ઠારી દેતું હતું અને તેને હથેળીમાં સો ચડી આવ્યા જેવી પીડા થતી હતી. વારેઘડીએ તેને થોભવું પડતું; અને જેટલી વાર તે વેલ જમીન ઉપર મૂકતી, તેટલી વાર ડોલનું ઠંડું પાણી તેના ખુલ્લા પગે ઉપર છંટકાતું. હજુ તે જંગલ પૂરું ન થયું ને તે થાકીને લેથ થઈ ગઈ. એક ઝાડ પાસે આવીને તે થાક ખાવા જરા વધારે ભી, જેથી કંઈક ઓર ભેગું થાય અને જરા વધારે આગળ જવાય. પછી તેણે ફરીથી ડલ ઊંચકી ને જરા વધારે હિંમત સાથે આગળ ચાલવા માંડયું; પણ બિચારીના મોંમાંથી “ઓ ભગવાન !” એવા શબ્દો નીકળી પડયા. અચાનક તેને લાગ્યું કે છેલને ભાર હાથમાં જાણે જસ પણ રહ્યો નથી!
તેણે માથું ઊંચું કરીને જોયું તે એક જોરદાર હાથે તેની ડોલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org